પેટા ચૂંટણીના પગલે દિવાળી પહેલા ગઢડા સાથે ભાવનગર અને બોટાદ જિલ્લામાં આવશે એક દિવાળી


સલીમ બરફવાળા
ગત મંગળવારે યોજાયેલી રાજયની આઠ બેઠકોની સાથોસાથ ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થવાને હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી હોવાથી રાજકીય પક્ષોમાં ભારે ઉત્કંઠા છે. તો વળી, દિવાળીના ચાર દિવસ પૂર્વે પરિણામ હોવાથી ગઢડામાં દિવાળી પહેલા એક દિવાળી આવશે. જે એકાદ ઉમેદવારનું નવુ વર્ષ સુાધારશે જયારે હરીફ ઉમેદવારની દિવાળી બગાડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
રાજયની આઠ વિધાનસભા બેઠકો ઉપર ચૂંટાયેલા કોંગ્રેસના ઉમેદવારોએ રાજીનામા આપ્યા બાદ ખાલી પડેલી આ બેઠકો પર ત્રીજી તારીખે મતદાન યોજાયુ હતુ.

જેમાં, મુખ્યત્વે ઉમરાળા ગઢડા બેઠલ પર ભાજપના આત્મરામભાઈ પરનાર, કોંગ્રેસના મોહનભાઇ સોલંકી વચ્ચે સ્પાર્ધા છે. કોણ બાજી મારી જશે તે આવતીકાલે ખબર પડી જશે આવતીકાલે યોજાનાર મત ગણતરીમાં નક્કી થઈ જશે. ત્યારે, જીતની આશા કોને ન હોય એટલે ભાજપ-કોંગ્રેસ અને રેસના ઉમેદવાર દ્વારા જીતના જશ્નની તૈયારીઓ કરી દીધી છે.ભાજપ-કોંગ્રેસ રાજકીય પક્ષો સહિત વ્યકિતગત રીતે ઉમેદવારો અને તેમના હિતેચ્છુઓએ જીતની પળોને યાદગાર બનાવવા માટેની આગોતરી તૈયારીઓ ઘડી કાઢી છે.

ખાસ તો રાજકીય પક્ષો દ્વારા લાખોના ખર્ચે મીઠાઈ, ફુલહાર અને ફટાકડા સહિતની ચીજવસ્તુના આગોતરા ઓર્ડરો આપી દેવાયા છે.  ખુશીની અને ચિંતાની વાત એ છે કે, પરિણામ જાહેર થયાના ચાર દિવસ બાદ જ દિવાળીનો તહેવાર આવી રહ્યો હોવાથી આ હાર-જીત ઉમેદવારો માટે મહત્વની બની રહેશે. કોઈ એકાદ ઉમેદવારની દિવાળી બગડશે અને કોઈ એકાદ ઉમેદવારનું નવુ વર્ષ જ સુાધરી જશે. આ ચૂંટણીના પરિણામની અસર આગામી સૃથાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here