બોટાદ એલસીબી અને ગઢડા પોલીસનો છાપો, ૨૩ કિલો ગાંજો મળ્યો, સવા લાખનો મુદ્દામાલ કબ્જે, રિઝવીની સુપર્બ કામગીરી

બ્રેકીંગ ન્યુઝ રાત્રીના ૮. કલાકે ઓન ધ સ્પોટ
શંખનાદ કાર્યાલય
આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮ કલાકે સિહોર બાદ ગઢડાના મોટી કુંડળ ગામે વાડી વિસ્તારમાંથી બોટાદ પોલીસને ગાંજો મળી આવ્યો છે અને જેમાં પોલીસે સવા લાખના મુદ્દામાલ કબ્જે લઈ એક વ્યક્તિ ગિરફ્તાર કર્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે હજુ થોડા દિવસ પહેલા સિહોરમાં આવેલ હરિહર આશ્રમના મહંત આશ્રમમાં છુપાવેલ સુકા ગાંજા તથા આસપાસના વિસ્તારમાં વાવેલ લીલા ગાંજા ઝડપાયો હતો ત્યાં ફરી હાલ અત્યારે ગઢડાના મોટી કુંડળ ગામેથી ગાંજો ઝડપાયો છે આ અંગેની વિગત એવી છે.

રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગે ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી.અશોક યાદવે સૂચના આપી હતી. જેના પગલે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ એલસીબી વિભાગમાં ટીએસ રિઝવીને એવી બાતમી મળી કે ગઢડાના મોટીકુંડળ ગામે વાડી વિસ્તારમાં નશીલો પદાર્થ છૂપાવવામાં આવ્યો છે.

આ બાતમીના આધારે બોટાદ એલસીબી અને ગઢડા પોલીસના અધિકારી પ્રજાપતિ અને ટીમે દરોડો પાડી એક વ્યક્તિને ગિરફતાર કર્યો છે ૨૩ કિલો સૂકો લીલો ભેજ વાળો ગાંજો કિંમત ૧. ૨૩૦૦૦ નો મુદ્દામાલ હાલ કબ્જે લઈને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here