ગઢુલા ગામના ભામાશા રઘુભાઈ આહીર એ કર્યું રાશન કિટો અને અનાજનું વિતરણ, આ ભેટથી ગરીબોના ચહેરા પર ખુશી

નિલેશ આહીર
હાલ દેશમાં કોરોના મહામારી ફેલાઈ ગઈ છે. સમગ્ર દેશમાં લોકો લોકડાઉન નું પાલન કરીને કોરોના સામે લડત આપી રહ્યા છે. ત્યારે સિહોર નજીકના ગઢુલા ગામના વતની અને હાલ ધંધા અર્થે સુરત સ્થાયી થયેલા રઘુભાઈ આહીરને આ મહામારી ના સમયમાં પોતાના વતન ના જરૂરીયાત મંદો ની સેવા માટે પોતે વતનમાં હાજર થઈ ગયા છે. પોતાના ગામમાં આવતા સામાજિક અને રાજકીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હંમેશા આગળ હોય છે. તેમને પોતાના વતન માટે સેવાયજ્ઞ શરૂ કરી દીધો છે. ગામમાં વસતા જરૂરિયાત મંદો માટે તેમને એક રાશન કીટ તેમજ અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. રઘુભાઈ દ્વારા શરૂ કરાયેલ સેવા કાર્યમાં ગ્રામજનો એક સાથે મળીને લોકોને મદદ કરવા માટે આગળ આવી ગયા છે.

તેમના આ કાર્યથી જે લોકો પોતાના વતનથી દૂર ધંધા માટે નીકળી ગયા છે તેમને માટે આ કપરા સમયમાં પોતાના વતનમાં મદદ કરવા માટેની એક પ્રેરણાદાયી કાર્ય અહીં શરૂ કરવામાં આવ્યું છે ગઢુલા ગામના ભામાશા એટલે રઘુભાઇ આહીર આ દેશ સમાજ સેવક, દાતાઓ અને શૂરવીરોની ખાણ છે બાળપણથી જ જેનામાં સમાજ સેવાનાં ગુણોનું સિંચન રહેલું છે રઘુભાઈ સેવાની એકપણ તક જતી કરતા નથી રઘુભાઈ અગ્રણી ઉદ્યોગપતિ સાથે રાજ્યની અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અને આહીર સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here