જય ગણેશા : સિહોર શહેર અને પંથકમાં કાલથી ગણેશ મહોત્સવનો પ્રારંભ

કોરોના પરિસ્થિતીને લઇને જાહેર આયોજનો બંધ : ઘરે ઘરે સ્થાપના : ઇકો ફ્રેન્ડલી માટીની અને કદમાં નાની મૂર્તિઓના નિયમનું પાલન :મેળાવડાના સ્થાને સાદગી અપનાવાશે : કયાંક ત્રણ દી તો કયાંક પાંચ દી’ અને દસ દિવસીય મહોત્સવનું આયોજન

હરેશ પવાર
‘હે ગણરાજ ગણપતિ દાદા સૌનું કલ્યાણ કરજો… રોગ દોષમાંથી મુકત કરી સૌને સ્વસ્થતા પ્રદાન કરો’ તેવી પ્રાર્થનાઓ સાથે કાલથી ગણેશ મહોત્સવનો આરંભ થઇ જશે. ભાદરવી ચોથથી લઇને દસ દિવસ સુધી દાદાના ભાવથી ગુણલા ગવાશે. હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતી ધ્યાને જાહેર આયોજનો અને ઝાકમઝોળ ઉત્સવો બંધ રાખવામાં આવ્યા છે. ઘરે ઘરે સાદગીભેર અને અપાર આસ્થા સાથે ગણેશ ઉત્સવ ઉજવાશે. કયાંક ઓનલાઇન ઉત્સવના આયોજનો પણ કરવામાં આવ્યા છે. મોટા કદની મૂર્તિ પર આ વર્ષે પાબંધી હોવાથી મોટે ભાગે દોઢ બે ફુટની નાની અને ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓનું સ્થાપન કરી સમાપન સમયે પણ વિસર્જન યાત્રાઓ નહીં યોજી ઘરે ઘરે જ જળમાં મૂર્તિ વિસર્જન થાય તેવા આયોજનો ગોઠવાઇ રહ્યા છે.મૂર્તિ ભલે નાની પણ આસ્થા તો મોટી જ હોય! એટલે આવી આસ્થા સાથે કાલથી સિહોરમાં ગણપતિ પૂજન અર્ચનમાં રત બનશે. ચોકે ચોકે નહીં પણ ઘરે ઘરે ‘ગણપતિ આયો બાપ્પા’ની કર્ણપ્રિય ધૂનો ગુંજતી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here