‘બાપા’ની અંતિમ સફર : રાજનીતિના ભીષ્મ પિતામહ કેશુભાઈનું ૯૨ વર્ષે નિધન, તિરંગો લપેટી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે બાપાની અંતિમ યાત્રા નીકળી

સલીમ બરફવાળા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજનીતિના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં ૧૦ દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ કર્યા હતા, પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતાં તેમનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો આગેવાનો, કાર્યકરોએ અંતિમ દર્શન કર્યા બાદ બાપાના પાર્થિવ દેહને તિરંગામા લપેટી સંપૂર્ણ રાજકિય સન્માન સાથે ૫ વાગ્યે અંતિમ યાત્રા સેક્ટર ૩૦ના સ્મશાનગૃહ તરફ નીકળી હતી.

કેશુભાઈના નિધનને લઈ આજે એક દિવસનો રાજકીય શોક પાળવામાં આવ્યો છે. જેને કારણે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. તેમજ સત્તાવાર રીતે કોઈપણ પ્રકારના મનોરંજક કાર્યક્રમ યોજાશે નહીં.કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયા બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલીફ ઊભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર અક્ષયે જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલનું નિધન ૧૧ ૫૫ કલાકે થયું છે. તેમને ડાયાબિટીસ, હાઈ બીપી જેવી સમસ્યાઓ હતી. સવારે તેમને હોસ્પિટલે લવાયા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાપાની ૩૦ મિનિટ સુધી સારવાર ચાલી, પરંતુ તેઓ રિકવર ન થઈ શક્યા.

કેશુબાપાનું યોગદાન ભૂલી શકાય તેમ નથી, કોઠાસૂઝવાળા કેશુબાપાની કામગીરીને લોકો વર્ષો સુધી યાદ રાખશે : મિલન કુવાડિયા

પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન થતા શંખનાદ સંચાલક અને લોકનેતા મિલન કુવાડિયાએ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી જણાવેલ ગુજરાત માટે તેમનું અનન્ય યોગદાન રહયું છે.  તેમના જીવનકાળમાં તેમણે પ્રજા ઉપયોગી અનેક કાર્યો કરેલ. તેઓ કુશળ સંગઠક અને પ્રભાવી શાસક હતા. તેમની કોઠા સુઝ ગજબની હતી. તેમના નિધનથી ગુજરાતને કદી ન પુરાય તેવી ખોટ પડી છે એમની કોઠાસુઝને સલામ કરવી પડે એ કામમાં વધારે અને બોલવામાં ઓછુ માનતા હતા અને જયારે પણ બોલતા ત્યારે તેમના વાકયો બ્રહ્મવાકયો ગણાતા. એમના નિધનથી રાજયએ એક પીઢ નેતા ગુમાવ્યા છે. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર ને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યો થી અપ્રતિમ લોક ચાહના મેળવી હતી કુવાડિયા એ વધુમાં કહ્યું કે કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here