સિહોર નગરપાલિકા પ્રમુખ સહિત પ્રતિનિધિ મંડળ બુધવારે ૫૬ કરોડના ગટર પ્રોજેકટમાં થયેલ ભષ્ટાચાર મામલે ગાંધીનગર જશે

શનિવારે કુંવરજી બાવળીયા સિહોર આવ્યા ત્યારે નગસેવકોએ ૫૬ કરોડના ગટર પ્રોજેકટમાં થયેલી ગેરરીતિની રજુઆત કરી હતી, કુંવરજીભાઈ કહ્યું તમારી વાતમાં દમ છે બુધવારે રૂબરૂ ગાંધીનગર આવો..તપાસ થશે

ગટરના તમામ ડોક્યુમેન્ટ સાથે પ્રમુખે આગેવાની લીધી, બુધવારે ગાંધીનગર મંત્રી કુંવરજી બાવળીયાને મળવા જશે, પ્રમુખ દીપતિબેન સહિત પ્રતિનિધિ મંડળ સાથે એક વિપક્ષના સભ્ય પણ જવાના હોવાની વાત

હરેશ પવાર
વિવાદોના ઘેરામાં રહીને ગટરનો ગુંજ હવે ગાંધીનગર સુધી ગુંજયો છે સિહોર શહેરમાં અતિ ચર્ચાસ્પદ બનેલ ૫૬ કરોડની ગટર કૌભાંડ મામલો શમવાનું નામ લેતો નથી કાગળ પર ઉભેલો કે બનેલો ગટર પ્રોજેકટ વિવાદોથી ઘેરાયેલો રહે છે ૫૬ કરોડના ગટર પ્રોજેકટ પછી પણ શહેરમાં ગટર ઉભરાવવાની મુખ્ય સમસ્યા રહેલી છે કરોડોનો ગટર પ્રોજેકટ જ્યારથી અમલમાં આવ્યો ત્યારથી વિવાદ કેડો મુકતો નથી કોંગ્રેસ કે વિપક્ષ નહિ આ મામલે અગાઉ ભાજપના સભ્યો પણ મેદાને પડીને ગટર પ્રોજેકટમાં થયેલ ભષ્ટાચાર મામલે અવાજ ઉઠાવ્યો છે અગાઉ પણ કમિશનર સાથે રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી આ મામલો પોહચ્યો હતો પરંતુ ભષ્ટાચારી અને સંડોવાયેલા ઓના હાથ લાંબા હોવાથી તપાસ કાર્યવાહી અટકી પડતી હતી નગરપાલિકાની સાધારણ સભામાં પણ આ મામલે સર્વાનુમતે ઠરાવ થયો છે.

તમામ નગરસેવકોએ એક સાથે ગટર પ્રોજેકટની વિજિલન્સ તપાસની માંગણી કરેલી છે પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી નહિ થતા સવાલો અનેક ઉપજાવે તે સ્વભાવિક છે શનિવારે સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે પાણી પુરવઠા આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ પુણ્ય થયા બાદમાં શહેર ભાજપના બે નગરસેવકો ડાયાભાઈ રાઠોડ અને દિપશંગભાઇ રાઠોડ રાજ્યના મંત્રી કુંવરજીભાઈ પાસે પાંચ મીનીટનો સમય માંગીને ૫૬ કરોડ ગટર પ્રોજેકટ વિશે રજુઆત માટેની માંગ કરી હતી રાજ્યના મંત્રી કુંવરીજી બાવળીયાએ બન્ને નગરસેવક ડાયાભાઈ રાઠોડ અને દિપશંગભાઇ રાઠોડને સાંભળી નગરસેવકો દ્વારા ધારદાર રજૂઆત કરી શહેરમાં કરોડોની પથરાયેલી ગટર મામલે કેટલાક સવાલો ઉપસ્થિત કરીને ગેરરીતિ અને મોટો ભષ્ટાચાર થયો હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું.

જે મામલે કુંવરજી બાવળીયાને બન્ને નગરસેવકોની વાત અને રજૂઆતમાં દમ લાગતા તાત્કાલિક સ્થળ પર જ બન્ને નગરસેવકોનું કહ્યું બુધવારે આ મામલે તમે રૂબરૂ ગાંધીનગર આવી જાવ..કાગળો લઈને..આ મામલે મંત્રીએ તાકીદે તપાસ અને ઘટતું કરવા માટે પણ સમર્થન આપ્યું હતું જ્યારે હવે આ સમગ્ર મામલો મંત્રીની ગાંધીનગર કચેરી સુધી પોહચ્યો છે ત્યારે સ્થાનિક લેવલના રાજકારણ હડકંપ મચી જવા પામ્યો છે બીજી તરફ બન્ને સિહોર નગરપાલિકાના પ્રમુખ સહિત પ્રતિનિધિ મંડળ બુધવારે ગાંધીનગર જવા માટેનો તખ્તો ઘડાઈ ચુક્યો છે જેમાં એક વિપક્ષના સભ્ય પણ જોડાવવાના હોવાનું સામે આવ્યું છે ત્યારે ગટરની ગેરરીતિ ગાંધીનગર સુધી ગુંજી છે..થાય ઇ ખરું…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here