હાય રે કળયુગ

ગારીયાધાર પંથકના કળયુગી પિતા પુત્ર સામે ફિટકાર, ત્રણ દીકરી અને માતાને અડધી રાત્રે કાઢી મૂકી, સિહોર ૧૮૧ ટીમ માતા અને દીકરીઓની વ્હારે પોહચી


સલીમ બરફવાળા
સિહોર ૧૮૧ના વૈશાલી સરવૈયા આરતીબા, અને પાઇલોટ પ્રકાશની કામગીરીએ માનવતાને પ્રજ્વલિત કરી, દીકરી માતાને હોસ્પિટલમાં સારવાર અપાવી, અને પિતા પુત્રને પોલીસ મથકે સોંપી દીધાઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સા ડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન તથા મહિલાઓ, યુવતીઓની થતી રંજાડ સામે મદદ પુરી પાડવા ૧૮૧ અભયમ હેલ્પલાઈની શરૂઆત કરવામાં આવી છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે અનેક લોકોના ઘર સંસાર તૂટતાં બચાવ્યા છે.

તો અનેક મહિલાઓ અને યુવતીઓની રંજાડ કરતા શખ્શોને કાયદાકીય પાઠ પણ ભણાવ્યા છે.ત્યારે સિહોર ૧૮૧ ટીમે માનવતાને પ્રજ્વલિત કરીને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા રાત દિવસ મહિલાના રક્ષણ માટે કામ કરી રહી છે. ગઈકાલે ગારીયાધાર પંથકના એક ગામમાં રાત્રે પિતા અને ભાઈ દ્વારા માતા સહીત ત્રણ યુવાન બહેનોને ઘરેથી માર મારીને કાઢી મૂકી હતી. રાત્રીના સમય હોવાથી માતા અને યુવતીઓને તેમના સગા સંબંધી આવી શકે તેમ હતા નહિ. અને પિતા અને ભાઈઓ દ્વારા માર માર્યો હોવાથી યુવતીઓને ઇજા પણ પહોંચી હતી.

જેથી પોતાની મદદ માટે યુવતીઓએ ૧૮૧ અભયમ સેવામાં મદદ માટે ફોન કરતા પોતાની આપવીતી જણાવી હતી. પિતા અને ભાઈ ઘરમાં રહેવા દેતા નથી.કુટુંબમાં લગ્ન પ્રસંગ અર્થે માતા અને બહેનો ગામડે આવ્યા હતાં અને પોતાના ઘરે જતા તેમના પિતા અને ભાઈ દ્વારા શંકાઓ અને વહેમ કરતા અગાઉ ચાલતા ઝગડાના કારણે બહેનો ઉપર હાથ ઉપાડી ઘરની બહાર કાઢી મુકેલા હતા. જેથી રસ્તા ઉપર આવીને ઉભેલા યુવતી અને માતાની મદદ માટે સિહોર ૧૮૧ અભયમ ટિમ ઘરના સ્થળે પહોંચી હતી.

કાઉન્સેલિંગ દ્વારા મહિલાઓની સમસ્યા સાંભળી હતી. યુવતીઓને માર માર્યો હોવાથી ૧૦૮ ને બોલાવીને તાત્કાલિક સારવાર અપાવેલ ત્યારબાદ ગારીયાધાર પોલીસ મથકે ૧૮૧ ટિમ યુવતી અને માતાને લઈ જઈ પોતાના ઉપર થયેલા ત્રાસની જાણકારી આપી હતી. આ કામમાં સિહોર ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર વૈશાલીબેન, કોન્સ્ટેબલ આરતીબા અને પાયલોટ પ્રકાશ ડાભી જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here