બ્રેકીંગ ન્યુઝ..રાત્રીના..૮ ૩૦ કલાકે

હરેશ પવાર
આ લખાઈ છે ત્યારે રાત્રીના ૮/૩૦ કલાકે મળી રહેલા પ્રાથમિક અહેવાલો મુજબ ગારિયાધારના ઠાસા ગામે યુવકની હત્યા થઈ હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે ગારિયાધારથી દસ કિલોમીટર દૂર ઠાસા ગામે અલ્પેશ કોળી નામના યુવક નું પ્રેમ પ્રકરણ હત્યા થઈ છે આ બનાવમાં યુવક નું અપહરણ કરી તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો તેવું નજીકના સૂત્રો કહી રહ્યા છે.

જેમને ગારીયાધાર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા તેનો પ્રાથમિક ઉપચાર બાદ ભાવનગર રીફર કરવામાં આવતા રસ્તા માં તેનું મોત નીપજ્યું હતું નું સૂત્રોએ જણાવ્યું હતું સમગ્ર ઘટનાની હાલ પ્રાથમિક જાણકારી છે બનાવને લઈ પોલીસે તપાસનો ધમ-ધમાટ કર્યો છે પોલીસ ફરિયાદ લેવાની તજવીશ શરૂ છે ઘટનાને લઈ તપાસમાં શુ ખુલ્લે અને વણાંક આવે છે તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here