ભાવનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ખેનીએ નામના લિસ્ટ સાથે કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો, ૧૯ બિન ખેડૂત ખાતેદારોના ખાતામાં ૨૦-૨૦ હજાર કિસાન સહાયની રકમ જમા થઈ


સલીમ બરફવાળા
કિસાન રાહત પેકેજ યોજનાના નાણાં ગારીયાધારમાં બિન ખેડૂતોના ખાતામાં જમા આપી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જે મામલે જિલ્લા વિકાસ અધિકારીએ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે સમગ્ર આક્ષેપોના પગલે જિલ્લા પંચાયતના વર્તુળોમાં ખળભળાટ સર્જાયો છે કોંગ્રેસના જીલ્લા મહામંત્રી અને જિલ્લા પંચાયત સદસ્યના પતિ પી.એમ ખેનીએ પત્રકાર પરિષદ યોજીને ગંભીર આક્ષેપ કર્યો હતો કે રાજય સરકાર દ્વારા કિશાન રાહત પેકેજ હેઠળ ૩૮૦૦ કરોડ જાહેર કરવામાં આવ્યા છે

જેમાંથી સીઘા ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે ત્યારે ગારિયાધાર તાલુકાના ૧૯ જેટલા બિન ખેડૂત ખાતેદારના ખાતામાં ૨૦-૨૦ હજાર કિસાન સહાયની રકમ જમા થઈ અને તે પણ એજન્ટ દ્વારા બિન ખેડૂતના ખાતાની વિગતો લઇ ૨૦ હજાર સામે ૧૫૦૦ કમિશન આપવાની લાલચ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે

પી.એમ ખેનીએ જણાવ્યુ હતું કે ખેડૂતોને સહાય ચુકવતા પહેલા વીસી ત્યાર બાદ ગ્રામ સેવક અને તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારી પાસે જાય ત્યાંથી નાણાં ની ચુકવવી માટે હિસાબી શાખામાં જાય જેથી ખેતીવાડી અધિકારીથી લઈ તમામ સ્તરે મોટો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવ્યો હતો ખેનીએ અમરેલી જિલ્લાના પીપરડી ગામે પણ બિન ખેડૂતના ખાતામાં રકમ જમા થઈ હોવાનું જણાવ્યું હતું સરકારે રાજયના ૧૨૩ તાલુકામાં રાહત પેકેજના ૩૭૦૦ કરોડ જાહેર કર્યા છે ત્યારે જયારે એક ગારીયાધારમાં ૧૯ બિન ખેડૂતોના ખાતામાં ગયા હોય

તો જિલ્લામાં અને રાજયમાં કેવડું કૌભાંડ હશે અને મને લાગે છે કે ૩૭૦૦ કરોડમાંથી એક હજાર કરોડ આવી રીતે વેડફાઈ ગયા હશે સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમારે આ આક્ષેપ બાબતે જણાવ્યું હતું કે રજુઆત આવી છે અને એક ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે જો કોઈ ગેરરીતી સાબિત થશે તો જવાબદાર સામે કડક પગલાં લેવાશે આવશે એટલું જ નહીં જો ગેરરીતિ સાબિત થશે તો સમગ્ર જિલ્લામાં તપાસ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here