જામનગરના ધ્રોલ ખાતે યોજાયેલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં ગારીયાધારના વિધાર્થીઓએ મેદાન માર્યું, અભયરાજસિંહ ભણતર સાથે રમતના મેદાનમાં પણ અલગ ઓળખ ઉભી કરી છે


બ્રિજેશ ગોસ્વામી
મોરના ઈંડા ચીતરવા ન પડે તે કહેવત અહીં સાચી ઠરી છે ગારીયાધાર સ્થિત હેમરાજસિંહ અને બિનલબા વાળાના પુત્ર અભયરાજસિંહ હેન્ડબોલ ટુર્નામેન્ટના મેદાન માર્યું છે અને ગુજરાતની ટીમ જુનિયર ઇન્ડિયા ચેમ્પિયન શિપ હેન્ડબોલ રમવા ગયેલ ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો છે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકામાં જુનિયર ઇન્ડીયા ચેમ્પિયન શિપ હેન્ડબોલ રમવા ગયેલા વિદ્યાર્થીઓ એ પોતાના પરિવાર અને ગુજરાત સૌરાષ્ટ નું નામ રોશન કર્યું છે.

2021 – 2022 આ સ્પોર્ટ્સ ચેમ્પિયન શિપમાં ખુબ સુંદર અને સારું પ્રદર્શન કરનાર અભયરાજસિંહ વાળા ગારીયાધાર સ્થિત હેમરાજસિંહ બિનલબા વાળાના પુત્ર છે સાથે પાંડે મહેન્દ્ર, અનટાળા કેવિન અને જય ક્યાડા તેમજ ચોહાણ દર્શન નું ખુબ જ સુંદર પ્રદર્શન રહ્યું છે.

આ જુનિયર ઇન્ડીયા ચેમ્પિયન શિપ હેન્ડબોલ રમવા ગયેલા વિદ્યાર્થીઓ ચોહાણ દર્શન,પાંડે મહેન્દ્ર, અનટાળા કેવિન,જય ક્યાડા, થોરલા અનુગ્રહ, સેનવાને શિવ,મિશ્રા પવન અભયરાજસિંહ હેમરાજસિંહ વાળા પટેલ લવ ગજેરા અમન અને કોચ તરીકે હાર્દિક સેહાને,દિલીપ બાહેરિયા,ઝાલા જયદીપસિંહ, ઝાલા જયપાલસિંહ અને ડાભી વિપુલ ભાઈ, કોચ તરીકેની ભુમિકા નિભાવી હતી આ જુનિયર ઇન્ડીયા ચેમ્પિયન શિપ હેન્ડબોલ રમવા ગયેલા વિદ્યાર્થી ઓ પોતના પરીવાર તેમજ સમાજ નું ગૌરવ વધાર્યું છે.

અભયરાજસિંહ હેમરાજસિંહ વાળા ખેલ જગત માં ઘણી બધી વખત સારી એવી પ્રગતિ અને પ્રસિદ્ધિ મેળવી છે તેમના માતા પિતા અને વડીલો ના આશીર્વાદ થી તેમજ સમગ્ર પ્રેસ મીડિયા જગત માં ખુશી ની લાગણી અનુભવે છે તેમના માતા પિતા ના માર્ગદર્શન હેઠળ ખુબ તનતોડ મહેનત કરી ભણતર ની સાથે ખુબ ખેલ કૂદ માં એક આગવી ઓળખ ઉભી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here