વાયા સિહોરથી ગારીયાધાર દાહોદ ધાનપુર સુધીની એસ.ટી. બસ સેવા શરૂ
બ્રિજેશ ગૌસ્વામી
દાહોદ, પંચમહાલ સહિતના જીલ્લાઓમાંથી આદિવાસીભાઈઓ વિવિધ વ્યવસાય અર્થે સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં આવતા હોય છે તેમજ કારખાનાઓમાં નોકરી કરતા નોકારીયાત કે સરકારી કર્મચારીઓ પણ પોતાના વતનમાં અવાર-નવાર આવતા જતા હોય છે. સાથે સાથે નવરાત્રી, દિવાળી, ઉતરાયણ, હોળી વગેરે જેવા તહેવારોમાં આદિવાસીભાઈઓએ પોતાના વતનમાં જવાનુ થતુ હોય છે.
આથી તેઓને પોતાના વતનમા આવવા જવા માટે કોઇ મુશ્કેલી નો પડે તે હેતુથી ભાવનગર ડીવીજન ઓફિસર શ્રી ટી.એમ.પટેલ અને ગારીયાધાર ડેપોમેનેજર શ્રી એસ.પી.વસવાના સહયોગથી ગારીયાધાર થી દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકા સુધી એસ.ટી. બસ સેવા તા.૫/૧૧/૨૨૦ થી શરૂ કરવામાં આવેલ છે. આ અંગે ભાવનગર ડીવીજન ઓફિસર શ્રી ટી.એમ.પટેલે જણાવ્યુ હતુ.
આ જિલ્લાના આવા અંતરિયાળ વિસ્તારના ગામડાઓના ખેતમજુરોને લાભ મળે અને ગામડાઓમાં આવતા આદિવાસી ભાઈઓને સારી સસ્તી સુવિધાઓ સલામતીનો લાભ મળે તેમજ દાહોદ જીલ્લાના મુસાફરોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી બસ શરૂ કરવામાં આવેલ છે.
આ બસ ૧૯:૦૦ કલાકે ગારીયાધારથી ઉપડી પાલીતાણા, સોનગઢ, સિહોર, ભાવનગર, વડોદરા, હાલોલ, પાવાગઢ, ધોધાંબા, રીછવાણી, બારિયા થઈ ધાનપુર સવારે ૪:૦૦ કલાકે પહોંચશે. દાહોદ જીલ્લામાંથી આવતા આદિવાસીભાઈઓ અને અન્ય મુસાફરોને નવી શરૂ કરાયેલ આ એસ.ટી. બસ સેવાનો લાભ લેવા જણાવવામાં આવ્યુ છે.