ગારીયાધાર તાલુકાની જનતા તેમજ દરેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, રાજકીય સંગઠનો અને ગામ સમસ્ત નિર્માણ થશે ભવ્ય શહિદ સ્મારક, રજૂઆતો થઈ

દેવરાજ બુધેલીયા
ગારીયાધારના ગરિમા ફાઉન્ડેશનએ નગરપાલિકાને એવી રજુઆત કરી છે કે સુયોગ્ય જગ્યાની ફાળવણી કરો અમારે ભવ્ય શહિદ સ્મારક ઉભું કરવું છે યુવાનોમાં દેશપ્રેમ અને જાગૃતિ લાવવાના શુભ આશયથી ગારિયાધાર ગામ સમસ્ત,સહિયારા પ્રયાસોથી સુવ્યવસ્થિત આયોજન સાથે અંદાજે ૧૦૦૦ થી ૧૫૦૦ ચો.ફૂટ જગ્યામાં શહિદ સ્મારક બનાવવા સમસ્ત ગારિયાધાર વતી ગરિમા ફાઉન્ડેશન ના પ્રેસિડેન્ટશ્રી અને ગરિયાધારના રાષ્ટ્રપ્રેમી યુવાન રવીગિરિ ગોસ્વામી એ શહેર મધ્યે સુયોગ્ય જગ્યાની ફાળવણી કરવા ગારિયાધાર નગર પાલિકા ને લેખિતમાં રજુઆત કરી છે

આ તકે સંસ્થાના રવિગિરિ ગોસ્વામી એ સમસ્ત ગારિયાધાર તાલુકાની જનતાને, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકીય સંગઠનો એક થઈને આ દેશ ભકતીનું કાર્ય સૌના સાથ-સહકાર, તન-મન-ધન અને સહિયારા પ્રયાસોથી સંપન્ન થાય અને ગારિયાધારની ગરિમામાં એક યશકલગી રૂપ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી વધુ માહિતી અને સહયોગ માટે તેમના નંબર ૭૦૧૬૬૫૬૦૪૩ અને ૮૦૦૦૮૦૦૦૫૬ પર સંપર્ક કરવા જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here