પ્રાથમિક શિક્ષક મહાસંઘ ગારીયાધાર દ્રારા રાજયના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરાયું.


દેવરાજ બુધેલીયા
ગારિયાધાર મુકામે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કાર્યકારી બેઠક મળી જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના પ્રતિનિધી તરીકે વિજયભાઈ આહીર, રાજેન્દ્રસિંહ સોલંકી, અશોકભાઈ ઉલવાએ હાજરી આપિ હતી. જેમાં સંગઠનનો પરિચય, કાર્ય પ્રણાલી, સાથે કાર્યક્રમોની માહિતી પૂરી પાડવામાં આવી હતી રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગારિયાધાર તાલુકાના સંયોજક તેમજ સહસંયોજક તથા કેન્દ્રવતી મુજબ સંયોજક અને સહસંયોજકની રચના કરી ઘોષણા કરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગારિયાધાર દ્વારા રાજ્ય કક્ષા એ શ્રેષ્ઠ શિક્ષક તથા શ્રી મોરારી બાપુ ના હસ્તે ચિત્રકુટ એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રી રમેશભાઈ એન. પરમાર(માંડવી કેન્દ્રવતી શાળા)નું સન્માન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગારિયાધાર તાલુકાના સંયોજક તરીકે ડાયસંગભાઈ મકવાણા તથા સહસંયોજક તરીકે રમેશભાઈ પરમાર, કિરણભાઈ પાંઘી તથા દરેક કેન્દ્રવતિ શાળા પ્રમાણે સંયોજક અને સહસંયોજક ની વરણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાગજીભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે દીનેશભાઈ ઝાલા,ચેતનભાઈ ગોધાણી,હાર્દિકભાઈ ખેની એ જહેમત ઉઠાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here