ગેસ સિલિન્ડરની બેઝ કિંમત રૂ.૬૦૨ : સિહોર શહેરમાં ૨૦ ગ્રાહકો પૈકી મોટાભાગના ગ્રાહકો એકટીવ છે


હરેશ પવાર
કોરોનાના કારણે રોજી રોટી વિહોણા થઇ ગયેલા મધ્યમ અને શ્રમજીવી પરિવારની અનલોકમાં ગાડી માંડ માંડ પાટા પર ચઢી છે. ત્યારે સરકારે છેલ્લા ચાર કે પાંચ મહિનાથી રાંધણગેસના સિલિન્ડર પર જે સબસીડી ફાળવતી હતી.તે સંપૂર્ણ બંધ કરી દેતા સિહોર શહેરના ૨૦ હજાર ગ્રાહકો હાલમાં રૃપિયા ખર્ચીને એક રાંધણગેસનો સિલિન્ડર રૂપિયા ૬૦૨માં ખરીદીને અફસોસ વ્યકત કરી રહ્યા છે. સિહોર શહેરમાં રાંધણગેસના સિલિન્ડરના કુલ ગ્રાહકો ૨૦ હજાર આસપાસ જેમાં મોટાભાગના આજની તારીખે એકટીવ ગ્રાહકો છે. મતલબ કે આ ગ્રાહકો રાંધણગેસની સિલિન્ડર ખરીદી રહ્યા છે. કોરોના પહેલા ગ્રાહકોના ખાતામાં રૂ.૧૦૦ જેવી સબસીડી આવતી હતી. પરંતુ મે મહિનાથી અનલોકની પ્રકિયા શરૂ થઇ ત્યારથી જ સરકારે સિલિન્ડર પર સબસીડી આપવાનું સંપૂર્ણ બંધ કરી દીધુ છે. અને ૧૪.૨ કિલો ગેસની બેઇઝ પ્રાઇઝ ૬૦૨ નક્કી કરી દીધી છે. આમ જે પણ ગ્રાહકોને સિલિન્ડર ખરીદવો હોય તો આટલી જ કિંમતમાં ખરીદી શકશે. કોઇ સબસીડી મળશે નહીં. મે થી લઇને સપ્ટેમ્બર સુધીના પાંચ મહિનાથી સિલિન્ડર પર સબસીડી નહીં મળતા શ્રમજીવી અને મધ્યમ વર્ગીય પરિવારનું મહિનાનું બજેટ ખોરવાઇ ચૂકયુ છે. કેટલાક એવા પણ પરિવારો છે. જેમને આ રકમ પરવડે તેમ નથી. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો કહી રહ્યા છે કે, અનલોક શરૃ થતા જ બે ટંકની રોટી મળે તેટલુ કમાઇ રહ્યા છે. ત્યારે ૬૦૨ રૂપિયાની કિંમતનો સિલિન્ડર ખરીદવો પરવડે તેમ નથી. આથી સરકારે અમારા જેવા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર તરફ ધ્યાન આપવુ જોઇએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here