હજુ એક યુવક યુવતીના મોતની ઘટના તાજી છે ત્યાં વધુ એક મહિલાએ કોઇ કારણોસર ગૌતમેશ્વરમાં મોતની છલાંગ લગાવી, મહિલાનો આબાદ બચાવ

હરેશ પવાર
સિહોરના ગૌતમેશ્વર તળાવના પાળા પરથી આજે સવારે એક મહીલાએ પાણીમાં કૂદીને આત્મહત્યા કરવા મોતની છલાંગ લગાવી હતી જોકે ત્યાં હાજર સ્થાનિક તરવૈયાએ તળાવના પાણીમાં ઉતરીને આ મહિલાનો જીવ બચાવ્યો હતો હાલમાં મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ સિહોરના લીલાપીર ગરિયાળા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય સોનલબેન પરમારએ કોઈ કારણોસર આત્મહત્યા કરવા શહેરની જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવના પાળા પરથી પાણીમાં છલાંગ લગાવી હતી બરોબર આજ સમયે ત્યાં સ્થાનિક યુવાન તરવૈયાઓએ મહિલાને આત્મહત્યા કરતા જોઈ જતા તાત્કાલિક પાણીમાં ઉતરી મહિલાનો જીવ બચાવી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડી હતી.

ઘટના અંગેની જાણ થતાં સોનલબેનનાં પરિવારજનો પણ દોડી ગયા હતા. તેમજ તેણીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સ્થિતિ હાલ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવની જાણ સિહોર પોલીસને થતા નિવેદન નોંધવા સરકારી દવાખાને પહોંચી હતી. અને મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી. જોકે હજુ સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. જેને લઈ પોલીસે તેણીનાં સંબંધીઓ અને પરિવારની તપાસ હાથ ધરી છે. મહિલાએ કરેલા આત્મહત્યાનાં પ્રયાસનું કારણ તો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે. પરંતુ ખરા સમયે જ પાણીમાં ઉતરીને તેણીનો જીવ બચાવનાર યુવકોનો સૌ કોઈ આભાર માની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here