સિહોર નજીકના ઘાંઘળી મહેશ સાટિયા બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં પરત ફર્યા, ખૂલ્લી જીપમાં બેસાડી ગ્રામજનોએ પુષ્પ વર્ષા કરી, ભવ્ય સ્વાગત કર્યું

દેવરાજ બુધેલિયા
સિહોર તાલુકાના ઘાંઘળી ગામનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ પોતાના વતનમાં પરત ફરતા તેનું ગ્રામજનોએ સ્વાગત કર્યુ હતું. ઘાંઘળી ગામમાં આર્મીમેન મહેશ સાટિયાનું ગામમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગ્રામજનો તેમજ આજુબાજુના લોકો પણ જોડાયા હતા. મહેશના સ્વાગત માટે ગામના યુવા ટીમ, મિત્રો તેમજ તેમનો પરિવાર અને ગ્રામજનો અને સમાજના લોકો હાજર રહ્યા હતા.

તો બીજી તરફ પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમજ મિત્રો પણ લાગણીમાં ગળગળા થઈ ગયા હતા સિહોર તાલુકાના ઘાંઘળી ગામના માલધારી યુવાન આર્મીની ટ્રેનીંગ પુરી કરી માદરે વતન ગામે પરત ફરતા યુવાન ઉપર પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત ગ્રામજનો દ્વારા ખૂલ્લી જીપમાં બેસાડી પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતુ અહીં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here