ગઈકાલે કુમાર વોરા નામના શખ્સને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે ૧૧ વાગ્યા આસપાસ સિહોર સ્થાનિક તંત્રને આદેશ મળ્યા અને ઘાંઘળી નજીક આવેલ ફેકટરીમાં તંત્રના ઘાડેધાડા ઉતર્યા

હરેશ પવાર
સિહોર નજીક ઘાંઘળી ગામે આવેલ રોલિંગમિલ માલકને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ભારે દોડધામ મચી છે અને જેમાં ૧૦૦ થી વધુ ફેકટરી કર્મચારીઓને હોમ કોરોન્ટાઇન કરાયા છે બનાવને લઈ પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે ગઇકાલે રાત્રે ભાવનગર તંત્ર દ્વારા બે કેસો પોઝિટિવ આવ્યા છે. જાહેર કરવામાં આવ્યા હતા જે પૈકી એક ગીતાચોકમાં રહેતા એક રોલિંગ મિલના માલિક કુમાર વોરાને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે ગઈકાલે તંત્રની જાહેરાત બાદ આજે ભીતરી વિગતો ખુલતા કુમાર વોરા જૈન વેપારી છે.

જેમની ફેકટરી સિહોરના ઘાંઘળી નજીક આવેલી છે હજુ બે દિવસ પહેલા સરકારની ગાઈડ લાઈન મુજબ ફેકટરી શરૂ કરવામાં આવી હતી જેઓએ શરૂ ફેક્ટરીએ અનેક કામદારોને મળ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે હાલ તમામ ૧૦૦ જેટલા કામદારોને હોમ કોરોન્ટાઇન કરાયા છે એવી પણ વિગતો મળી છે કે કુમાર વોરા હોંગકોંગ ગયા હતા અને પરત ફરતા તેમનામાં કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યો હતો. બે દિવસ પહેલા જ તેમણે પોતાની ઘાંઘળી ખાતેની રોલિંગ મિલનો પ્રારંભ કર્યો હતો.

ગત રાત્રીના આ રોલિંગ મિલના માલિકને કોરોના પોઝિટિવ આવતા રોલિંગ મિલમાં કામ કરી રહેલા ૧૦૦ લોકોને ક્વોરન્ટીન કરાયા છે. તેમજ કુમાર વોરાના પરિવારને પણ ક્વોરન્ટીન કરાયો છે ઘાંઘળી ખાતે કે.બી.ઇસ્પાત પ્રાઈવેટ લી. નામની રોલિંગ મિલ ધરાવતા કુમાર વોરા કે જે ભાવનગરના ગીતાચોક વિસ્તારમાં રહે છે. જેમણે સરકારની ગાઈડલાઈન મુજબ ૨૨ તારીખે પોતાની રોલિંગ મિલમાં ફરી કામકાજનો પ્રારંભ કર્યો હતો. જેમાં ૧૦૦ થી વધુ લોકો કામે જોડાયા હતા.

પરંતુ ભાવનગર કોર્પોરેશનની એક્ટીવ સર્વેલન્સ ડ્રાઈવ દરમિયાન કોર્પોરેશન સ્ટાફ દ્વારા લેવામાં આવેલા સેમ્પલો પૈકી આ રોલિંગ મિલના માલિક કુમાર વોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી હતી. જેમાં સિહોર આરોગ્ય વિભાગની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને તાકીદે સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથ ધરી આ રોલિંગ મિલમાં જ રહેતા અને કામ કરતા ૧૦૦ લોકોને ૧૪ દિવસ સુધી ક્વોરન્ટીનમાં રહેવા અને રોલિંગ મિલના કમ્પાઉન્ડમાંથી બહાર ન નીકળવા તાકીદ કરી છે તો અન્ય ૬ લોકોને ભાવનગર સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટીન કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here