રહીશોને જાતે ગટરના પાણી સાફ કરવા પડે.? ઘાંઘળી ગ્રામપંચાયતે આબરૂની ધૂળ-ધાણી કરી

માલધારી સમાજના લોકોએ હાથે ગટરો સાફ કરો, અનેક વાર રજુઆત છતાં સરપંચના પેટનું પાણી ન હલ્યું

બ્રિજેશ ગૌસ્વામી
એક તરફ કોરોના વાયરસ ગુજરાત સહિત દેશ ઉપર તાંડવ કરી રહ્યો છે. ત્યારે શહેર અને ગામોમાં સ્વચ્છતા જાળવવી અતિ આવશ્યક છે. સિહોરના ઘાંઘળી ગામે ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી નજર સામે આવી છે. જ્યારે ચૂંટણી હોય ત્યારે મતો માગવા માટે અનેક કાલાવાલા કરતા ગ્રામ પંચાયતના હોદેદારો જ્યારે ગામ લોકોની સમસ્યાઓ આવે ત્યારે જવાબ પણ આપતા નથી. ઘાઘડ ગામે ભાણગઢ રોડ ઉપર રહેતા માલધારી સમાજના લોકો મોટા રોગચાળા ફાટી નિકલવાનાં ભયના ઓથાર હેઠે જીવન ગુજારી રહ્યા છે.

અહીંના વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી ગટરો ઉભરાઈ ગઈ હતી અહીંના રહીશો દ્વારા ગ્રામ પંચાયતમાં જઈને રજુઆત કરી છતાં પણ જાડી ચામડીના સદસ્યો અને હોદેદારોના પેટના પાણી ન હલ્યા. આખરે માથું ફાડી નાખતી ગંદકીને દૂર કરવા અહીંના રહીશ માલધારી લોકોએ પોતાની જાતે જ ગટરો સાફ કરવા લાગી પડ્યા હતા. ગ્રામ પંચાયતમાં વેરો ભરવા છતાં પૂરતી જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં શા માટે ગ્રામ પંચાયત ગલ્લા તલ્લા કરી રહી છે. એક તરફ કોરોના વાયરસ સામે દેશ વોરિયર્સ બનીને લડી રહ્યો છે ત્યારે અહીં ગ્રામ પંચાયતને લેશ માત્ર બીક ના હોય તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here