ભાલમાં પિતા પુત્ર ડૂબી જવાના મોત મામલે મૃતક પરિવારને વળતર ચૂકવવા કોંગ્રેસ રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલની માંગ

મિલન કુવાડિયા
ગઇકાલે ઘેલો નદીમાં પિતા પુત્ર ડૂબી જવાના ઘટના મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ દુઃખ વ્યક્ત કરીને પરિવારોને તાકીદે વળતર મળે તે માટે મુખ્યમંત્રી પાસે માંગ કરી.ગઈકાલે ભાલના પાળીયાદમાં પિતા પુત્ર ડૂબી જવાના મોત મામલે મૃતક પરિવારને વળતર ચૂકવવા કોંગ્રેસ રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલની માંગ કરી છે ભાલ વિસ્તારના પાળિયાદ ગામમાં પાણી ભરાઈ જવાના કારણે ડુબી જ્વાથી બે વ્યક્તિઓ ના મૃત્યુનાં દુઃખદ સમાચાર પ્રાપ્ત થયેલા છે.

સમગ્ર ભાલ વિસ્તારના ગામડાઓનો સખ્ત વિરોધ હતો કે, ગુજરાત સરકાર ભાલ વિસ્તારની જમીનમાં મીઠાના અગર માટે બેફામ જમીનોની ફાળવણી ના કરે આમ છતાં ગુજરાત સરકારે કચ્છના કોઈ માનીતાને મીઠાના અગર માટે ખુબ મોટી જમીનો ફાળવી દીધી અને તેમણે અગરો માટે બનાવાયેલા પાળાઓના કારણે ચોમાસાનું પાણી ભાલના ગામડાઓમાં ઘુસી ગયું છે તેમજ પાળિયાદના બે વ્યક્તિઓનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયું છે.

ભાલ વિસ્તારના ગામડાઓમાં મીઠાના અગરને ફળવાયેલી જમીનોના પાળાના કારણે ન કલ્પી શકાય તેટલું ખેતીને પણ નુકશાન થયેલું છે. રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે, મીઠાના અગર માટે ફળવાયેલી આ જમીનો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને ભાલ વિસ્તારના ખેડૂતોને થયેલા નુકશાન તેમજ મૃતકોના પરિવારને પુરતું વળતર સત્વરે ચુકવવામાં આવે તેવી માંગ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here