ગઈકાલે પિતા પુત્ર બન્ને તણાયા હતા, એન.ડી.આર.એફ ની ૧૦ કલાકની જહેમત બાદ બન્ને મૃતદેહ મળી મળ્યા

ગૌતમ જાદવ
વલભીપુર નજીકથી પસાર થતી આણંદપર અને દેવળીયાની વચ્ચે પસાર થતી ઘેલો નદી તણાયેલા પિતા પુત્રની લાશ મળી આવી છે ગઈકાલે પાળીયાદ ગામના પિતા -પુત્ર ખેતર કામે જતા હતા તે દરમિયાન આણંદપર અને દેવળીયાની વચ્ચે પસાર થતી ઘેલો નદી અચાનક પાણીનું જોર વધતા ગરકાવ થયા હતા અને આજુબાજુના ગામ લોકો દ્વારા પિતા પુત્રની શોધખોળ ચાલુ કરી હતી તણાયેલા ડાભી કાળુભાઈ ઘુસાભાઇ ઉંમર ૪૦ આશરે અને પુત્ર કલ્પેશ ભાઈ કાળુભાઈ ઉંમર વર્ષ ૧૦ આશરેની લાશ આજે મળી આવી છે એનડીઆરએફની ટીમ દ્વારા સતત ૧૦ કલાકની શોધખોળ બાદ બન્ને પિતા પુત્રની લાશ મળી આવી છે ત્યારે બન્નેની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here