ઘોઘાના વૈષ્ણવ સમાજે પૂજ્ય મોરારીબાપુ સાથે થયેલ અણબનાવને વખોડી કાઢ્યો, આવેદન આપી રજુઆત કરી

મિલન કુવાડિયા
દ્વારકાની ઘટના અતિચર્ચિત બની છે જેના પડઘા અતિ ગંભીર પડ્યા છે મોરારીબાપુ દ્વારા કથામાં ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પરીવાર વિશે કરાયેલ ટીપ્પણી બાબતનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલે છે જોકે બાપુએ વ્યાસપીઠ પરથી બે હાથ જોડીને આંખોમાં આંસુ સાથે ભગવાન તેમજ સમાજની ક્ષમા પ્રાર્થના કરેલ છતા સમાધાન સ્વરૂપે મોરારીબાપુ દ્વારકા જઈને દર્શન કરે તેવી આહિર સમાજે માંગ કરી હતી જેને થોડા દિવા પહેલા પૂજ્ય બાપુ ભગવાન દ્વારીકાધિશનાં ચરણોમાં જઇને ક્ષમાયાચના કરેલ.

ત્યાર પછી આહિર સમાજનાં અગ્રણીઓ સાથે પૂજ્ય બાપુ આ બાબતે ચર્ચા કરતા હતાં ત્યારે ત્યાંના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક અચાનક ત્યાં આવીને પૂજ્ય મોરારીબાપુ પર હુમલો કરવાનો હિંચકારી પ્રયાસ કરેલ . જે ખૂબ જ નીંદનીય અને ધૃણાસ્પદ છે . જેને ઘોઘા તાલુકાનાં સમસ્ત વૈષ્ણવ સાધુ સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આવેદન આપી રજુઆત કરી હતી જેના સામે કડક પગલા લેવામાં આવે તેવી પણ માંગણી કરી છે અને પબુભા મોરારીબાપુની માફી માંગે તેવી પણ માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here