અગાઉ સિહોર ફરજ બજાવી ચૂકેલા હાલ ઘોઘા ખાતે ફરજ બજાવતા પીઆર સોલંકી અને ભગીભાઈ સહિત સ્ટાફનો કાફલો બાતમીના આધારે ત્રાટક્યો, ૪૫ હજારનો મુદ્દામાલ હાથ લાગ્યો

ઓન ધ સ્પોટ રાત્રીના ૯/૧૦ કલાકે
બ્રિજેશ ગૌસ્વામી
અનલોક પછી બુટલેગરો સક્રિય થયા છે અને બીજી તરફ પોલીસ પણ કોરોના સામે બાથ ભીડી કાયદાનું પાલન કરાવવાની સાથે સાથે કોરોના ભરખી જશે તેની લેશમાત્ર ચિંતા કર્યા વગર રાત દિવસ ફરજ બજાવી રહી છે સિહોર પોલીસમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા બાહોશ પોલીસ અધિકારી અને હાલ ઘોઘા પોલીસમાં ફરજ બજાવતા પીઆર સોલંકી અને ટીમે રિતરસ ઘોઘા પંથકમાં બુટલેગરો સામે તવાઈ બોલાવી છે સતત વિવિધ જગ્યાઓ પર રેડો કરીને બુટલેગરો ભોભીતર કરી દીધા છે આજે સવારે ભાવનગર એલસીબીએ પણ સવારે પાલીતાણા વિસ્તારમાંથી ચાર લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે

ત્યાં જ રાત્રીના ૮/૪૩ કલાકે ઘોઘા પોલીસમાંથી આવેલી સોશ્યલ મીડિયા યાદી મુજબ ઘોઘા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પોલીસ કૃષ્ણરાજસિંહ ગોહિલનો ખાનગી રાહે બાતમી મળી કે સાણોદર ગામની સીમમાંથી ભરતસિંહ નામના ઇસમે દારૂનો જથ્થો વાડીમાં રાખ્યો છે મળેલી બાતમની આધારે રેડ કરતા ૧૫૧ જેટલી વિદેશી દારૂની બોટલો પોલીસની મળી આવી છે જેની કિંમત ૪૫ હજાર થાય છે ત્યારે પોલીસે હાલ ભરતસિંહની અટકાયત કરીને કોરોના ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી છે કામગીરીમાં પીઆર સોલંકી, હરેશભાઈ, ભગીભાઈ, કૃષ્ણરાજસિંહ, રઘુવીરસિંહ, જયપાલસિંહ સહિત કામગીરીમાં જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here