ઘોઘા પોલીસના પીઆર સોલંકી અને સ્ટાફે મોડિરાત્રીના જીઆઇડીસીમાં આવેલો ઓરડીમાં દરોડો પાડ્યો, ભાવનગરના ત્રણ શખ્સો ઓરડી ભાડે રાખી માલ ઉતાર્યો હતો

ગૌતમ જાદવ
ઘોઘા પોલીસનો કાફલો ગત મધરાત્રે મામસા જીઆઈડીસી વિસ્તારમાં ત્રાડકી વિદેશી દારૂનો ૯ લાખનો જથ્થો હાથ લાગ્યો છે મામસા જીઆઇડીસીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી ત્રણ શખ્સોએ વેપલો શરૂ કરતા પોલીસને ગધં આવી ગઇ હતી. ઘોઘા પોલીસે ગત રાત્રીનાં સમયે દારૂ અંગે દરોડો કરતા એક ઓરડીમાંથી ૩ હજાર બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા નવ લાખ આંકવામાં આવી છે. દરમ્યાનમાં આ દારૂ પ્રકરણમાં ભાવનગરનાં પ્રશાંત ઉર્ફે લાલો સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગેની વિગતો એવી છે કે, ઘોઘા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી રાહે હકિકત મળતા મામસા જીઆઇડીસીમાં ઉખરલાનાં અશોકસિંહ ભરતસિંહ ગોહિલની માલિકીની ઓરડીમાં તપાસ કરતા ભારતિય બનાવટનાં ઈંગ્લિશ દારૂની ૩૦૨૦ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આ ઓરડી ભાવનગરના સકિર્ટ હાઉસવાળા તરીકે ઓળખાતા પ્રશાંત ઉર્ફે લાલો પંકજભાઇ જોષી, સુનિલ જયંતિભાઇ પરમાર (રે.પાનવાડી) અને હિતેશ ભુપતભાઇ ડાભી (રે.સ્વપ્ન સૃષ્ટ્રિ સોસાયટી પાછળ, રે.ભાવનગર)એ ભાડે રાખી ભાગીદારીમાં દારૂનો ધંધો શરૂ કર્યેા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ અંગે ઘોઘા પોલીસનાં હે.કો. અશ્ર્વિનસિંહ ચુડાસમાએ ગુનો નોંધાવતા ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસના દરોડા દરમ્યાન આરોપીઓ સ્થળ પર મળી આવેલ નહીં આથી તેની શોધખોળ હાથ ધરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here