દરિયાના મોજા અને બેદરકારીથી પ્રોટેક્શન વોલને ભારે નુકશાની, 12 અધિકારીની સમિતિની રચના, ડીડીઓ અધ્યક્ષ રહેશે

સલિમ બરફવાળા
ઘોઘા ગામને દરિયાના પાણીથી બચાવવા માટે બનેલી સુરક્ષા દિવાલને કરંટવાળા મોજા અને જાળવણીના અભાવે ભારે નુકશાની થઈ છે. વર્ષો જૂની આ સમસ્યા અંગે ગ્રામજનોએ વારંવાર અવાજ ઉઠાવ્યો હતો. જેમનો અવાજ હવે સરકારી તંત્રના કાને અથડાયો હોય તેમ ડીડીઓના અધ્યક્ષ સ્થાને ૧૨ અધિકારીઓની સમિતિની રચના કરી દેવાઈ છે. આ સમિતિએ તાજેતરમાં જ સુરક્ષા દિવાલની મરામત કામગીરી માટેનો સ્થળ પર નિરીક્ષણ કરી સર્વે કર્યો હતો. ઘોઘાની દરિયાઈ સંરક્ષણ દિવાલને નુકશાની થવાથી ભવિષ્યમાં મોટી જાનહાનીની દહેશત સેવાઈ રહી હતી.

જેથી આ પ્રોટેક્શન દિવાલને રિપેરીંગ કરવા માટે ગત તા.૧૫-૭ના રોજ ડીડીઓની ચેમ્બરમાં એક બેઠક મળી હતી. જેમાં દરિયાઈ સંરક્ષણ દિવાલના સર્વે અને રિપેરીંગ કામ માટે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિના સભ્યોએ ચર્ચા વિચારણાં કરી હાલની સ્થિતિનો સર્વે કરવા સ્થળ મુલાકાતનો નિર્ણય કર્યો હતો. જે મુજબ અધિકારીઓની ટીમે પ્રોટેક્ટશન વોલના સર્વે માટે ઘોઘાની મુલાકાત લીધી હતી. કમિટીનું નિર્માણ થતાં ભવિષ્યમાં આ દિવાલની સાથે ગ્રામજનોની પણ સુરક્ષા વધશે તેવી આશા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here