રો રોપેક્ષ ફેરી ખરાબ વાતાવરણમાં દરિયામાં અટકી.


નરેશ ડાખરા
આગામી તા. ૮ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઘોઘા-હજીરા રો રોપેક્ષ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ ઉદઘાટન થનાર છે. જેની તૈયારીના ભાગરૂપે હાલ ટ્રાયલ બેઝ માટે ઘોઘા-હજીરા વચ્ચે આ ફેરી અવરજવર કરી રહી છે. ત્યારે હાલ ફેરી સર્વિસ મધદરિયે અટકી પડતા અનેક તર્ક સામે આવી રહ્યા છે અને ત્યારે આ અંગે વોયેઝ સિમ્ફની શીપના સીઈઓ ડી.કે. મનરાલ સાથે ભાવનગરના અમારા સંવાદદાતા એ ટેલીફોનીક વાત કરી આ અંગે સાચું કારણ જાણવાનો પ્રયાસ કરતા આ ફેરી સર્વિસ ખરાબ વાતાવરણ ના કારણે હાલ મધદરિયે ઉભી રાખી હોવાનું જણાવ્યું હતું અને કોઈ અન્ય પ્રોબ્લેમ ના હોવાનું જણાવ્યું હતું તેમજ સંપૂર્ણ સ્ટાફ તેમાં મૌજુદ અને સલામત હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here