ઘોઘા પોલીસના પીઆઇ સોલંકી અને સ્ટાફ રાત્રીના પેટ્રોલીંગમાં હતા તે વેળાએ બાતમી મળી, રેડ કરી અને ૩૯૦ બોટલ હાથ લાગી, સહદેવસિંહ ભાગી ગયા
બ્રિજેશ ગૌસ્વામી
કોરોનાની મહામારી વચ્ચે લાંબા સમયના લોકડાઉન બાદ અનલોક કરાતાના સાથે જ દારૂનો વેપલો શરૂ થતાની સાથે પણ પોલીસ સક્રિય થઈ છે હજુ થોડા દિવસ પહેલા ટુરીસ્ટ ટ્રાવેલરમાંથી દિલ્હીથી લવાતી વિદેશી દારૂની ૯૦ પેટી અને અધેલાઈ ચોકડી પાસેથી ટ્રકમાં મરચાની આડમાં લવાતી વિદેશી દારૂની ૯૦ પેટી પોલીસને હાથ લાગી હતી ત્યાં ફરી ગઈકાલે રાત્રીના ઘોઘા પોલીસને દારૂ હાથ લાગ્યો છે અગાઉ સિહોર ફરજ બજાવી ચૂકેલા અને હાલ ઘોઘા અને વરતેજ ખાતે ઇન્ચાર્જ અધિકારી તરીકે ફરજ બજાવતા પીઆઇ પી આર સોલંકી અને સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકતના આધારે રેડ કરતા ઘોઘાના મોરચંદ ગામે સિમ વિસ્તારમાં એક દુકાનમાંથી ૩૯૦ નંગ બોટલ સાથે ૧.૧૭ નો મુદ્દામાલનો જથ્થો મળી આવ્યો હતો જેનો કબજો લઈ સહદેવસિંહ નામનો ઇસમ ભાગી છૂટ્યો હતો જેના સામે પ્રોહીબીશન એક્ટ તળે ગુનો દાખલ કરી પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે