રાજ્યભરમાં ચિત્રકલા સ્પર્ધામાં કાવ્યા પરમાર સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે સિલેક્ટ થયા ; કાવ્યા પરમાર જ્ઞાનભારતી સ્કુલમાં અભ્યાસ કરે છે ; અમદાવાદ ટાગોર હોલ ખાતે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે સન્માન

મિલન કુવાડિયા
સિહોર જ્ઞાનભારતી સ્કૂલ ખાતે અભ્યાસ કરતી કાવ્યા પરમાર ચિત્રકલા મહોત્સવમાં પ્રથમ નંબર મેળવતા જીતુભાઇ વાઘાણીના હસ્તે ટાગોર હોલ અમદાવાદ ખાતે સન્માન થયું છે GIET દ્વારા ચિત્રકલા મહોત્સવનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ વિવિધ ભાતના ૧૬૪૦૦ થી વધુ ચિત્રો આવ્યા હતા જેમાં ૫ સભ્યોની કમિટી દ્વારા પસંદગી પ્રક્રિયા કરવામાં આવી હતી કુલ ત્રણ કેટગરમાં ચિત્રોની પસંદગી કરવામાં આવી હતી કુલ માધ્યમિક અને પ્રાથમિક બંને વિભાગના ત્રણ ત્રણ ચિત્રોની પસંદગી કરવામાં આવી હતી ચિત્ર પસંદગીમાં ૫૦ % ગુણ કમિટીના અને ૩૦ % ગુણ ગુગલ ફોર્મ ના મળેલ અને બાકીના ૨૦ % ગુણ ફેસબુક લાઈક ના આધારે નક્કી કરવામાં આવ્યા હતા.

અહીં ચિત્ર સ્પર્ધામાં સિહોરની વિદ્યાર્થીની કાવ્યા પરમારે પણ ભાગ લીધો હતો જેમાં તેનો ક્રમાંક આવતા સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમસહિતના અને આગેવાનો દ્વારા ઓનલાઇન કાવ્યા પરમારને વોટ કરી અને શહેરની વિધાર્થીને વધુને વધુ વોટ કરવા અપીલ કરી હતી ઓનલાઇન પરિણામ બાદ કાવ્યા પ૨મા૨ે બાજી મારીને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને જેના અનુસંધાને અમદાવાદ ખાતે આજે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી હસ્તે કાવ્યા પરમારને સન્માનિત કરાઈ હતી ત્યારે જ્ઞાનભારતી સંસ્થા પરિવાર દ્વારા કાવ્યા પરમારને અભિનંદન પાઠવી ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here