તાપમાન ૪૦ સે.ને પાર થતા સામાન્યથી ખાસ્સુ ઉપર રહેતા હવામાન ખાતાએ જારી કરી ચેતવણી

મિલન કુવાડિયા
ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ, ગ્રીન હાઉસ ઈફેક્ટ, ક્લાઈમેટ ચેન્જ વગેરે વિષયો પર ભારતના મેયરોથી માંડીને પ્રધાનમંત્રી સહિત વારંવાર ચર્ચાઓ, પરિસંવાદમાં ભાગ લેતા હોય છે, ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે. ત્યારે આ વખતનો ઉનાળો અતિ આકરો રહેવાના પહેલેથી જ અપાયેલા એંધાણ આરંભે જ સાચા ઠરી રહ્યા છે અને હજુ ફાગણનો આજે બીજો દિવસ છે અને દનૈયા તપે તે ચૈત્રને તો ઘણી વાર છે ત્યાં જિલ્લા અને સૌરાષ્ટ્રમાં હીટ વેવ ફરી વળ્યો હતો અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી થઈ છે.

હવામાન ખાતા અને એ પહેલા આરોગ્ય તંત્રએ જણાવ્યા અનુસાર હીટવેવથી બચવા (૧) લોકોએ  પર્યાપ્ત માત્રામાં પાણી પીવું. (૨) ભારે,તળેલા ખોરાકને બદલે સાદો ખોરાક લેવો (૩) સુતરાઉના હલકાં કપડાં પહેરવા (૪) વૃધ્ધો અને બાળકો, બિમારોએ તડકાંમાં બહાર નીકળવાનું ટાળવું અને અન્ય લોકોએ પણ બહાર નીકળવું પડે તો માથુ ટોપી,દુપટ્ટા,રૂમાલ,છત્રી વગેરેથી અવશ્ય ઢાંકવું વગેરે પગલા લેવા અપીલ કરાઈ છે.
હજુ તો હોળી-ધુળેટી બાકી છે અને સૌરાષ્ટ્રમાં પ્રસિધ્ધ વાયકા સદીઓથી છે કે હોળી તાપ્યા પછી ઠંડી વિદાય લે પણ આ રીતે ઠંડીની વિદાય પહેલા જ ઉનાળો આકરો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here