મૂળ પીપરડી ગામનો પ્રવીણ સુરતના મોટા વરાછામાં રહે છે, જેના પાસેથી ૧.૫૦ કરોડની નોટો મળી, તપાસનો ધમ-ધમાટ, સિહોર પંથક સુધી તપાસ લંબાઈ તેવી શક્યતાઓ નકારી શકાતી નથી

હરેશ પવાર
ગોધરાના બંધ મકાનમાંથી ઝડપાયેલી રદ્દ થયેલી ચલણી નોટની તપાસનો રેલો સુરત સુધી પહોંચ્યો અને ત્યાંથી મૂળ સિહોરના પીપરડી ગામના શખ્સ પ્રવીણ માંગુકીયા સુધી પોહચ્યો છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા જમીન દલાલને ત્યાં દરોડા પાડી રદ્દ થયેલી રૂા. ૧૦૦૦ અને રૂા. ૫૦૦ની દરની કુલ ૧૦,૦૫૮ ચલણી નોટ કુલ રૂા. ૧,૪૯,૨૨,૦૦૦ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  એટીએસે બાતમીના આધારે ગોધરા ખાતેથી ૪ કરોડની ચલણી નોટો ઝડપી લીધી હતી તપાસ બાદ જેનું પગેરું સુરત સુધી પોહચ્યું છે પુછપરછ અને તપાસ સુરત સુધી પોહચી હત.

જેના આધારે પીઆઇ ટી.આર. ચૌધરી અને પીએસઆઇ વી.સી. જાડેજાની ટીમે સુરતના વરાછામાં રહેતા મૂળ સિહોરના પીપરડી ગામના જમીન દલાલ પ્રવિણ ઉર્ફે પવુ માંગુકીયાને ત્યાં દરોડા પાડયા હતા. જયાંથી રદ્દ થયેલી કુલ રૂા. ૧,૪૯,૨૨,૦૦૦ ના મત્તાની ચલણી નોટ કબ્જે લીધી હતી. એસઓજીએ પ્રવિણ ઉર્ફ પવુ માંગુકીયાને અટકાયતમાં લઇ રદ્દ થયેલી ચલણી નોટ કયાંથી લાવ્યો હતો, કોણે આપી હતી અને નોટનું શું કરવાના હતા વિગેરે બાબતોની પુછપરછ હાથ ધરી છે ત્યારે તપાસનો રેલો સિહોર પંથક સુધી લંબાઈ તેની શકયતાઓ નકારી શકાતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here