એસટીમાં ૨૦ વર્ષથી આશ્રિત કેસમાં નોકરી અપાતી જ નથી

સિહોરના ટાણા ગામના કોંગ્રેસ અગ્રણી દ્વારા ઉચ્ચસ્તરે કરાયેલી રજૂઆત

બ્રિજેશ ગૌસ્વામી
અંતિમ ૨૦ વર્ષથી આશ્રિત કેસમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ (જી.એસ.આર.ટી.સી.) નોકરી ન મળવા બાબતે યોગ્ય કરવા ઉચ્ચ સ્તરે સિહોરના ટાણા ગામના કોંગ્રેસ અગણી રઘુવીરસિંહ ગોહિલે રજૂઆત કરી છે. અવાર – નવાર સમયાંતરે નિગમના કર્મચારીઓના પ્રશ્નો અંગે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવતી હોય છે.નિગમમાં અંતિમ ૨૦ વર્ષથી આશ્રિત કેસમાં વિવિધ કક્ષામાં નોકરી , આપવાની બાકી છે.વર્તમાન સમયે કોરોના રોગ વાયરસ રોગ ( કોવીડ -૧૯ ) સંક્રમણની ગંભીર કટોકટી સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં ઉત્પન થયેલ છે.

નોકરીના અભાવે પરિવારનો જીવન નિર્વાહ કરવો આજના અસહ્ય બનવા પામેલ છે. નોકરીના મેળવવા માટે વહિવટ તરફથી નિયત કરવામાં આવેલ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે.૨૦૦૦ થી ૨૦૧૧ સુધીના સત્તાવાર નોકરી મેળવવા માટે હકદારો અરજદારોએ નોકરીના વિકલ્પ નાણા આપવાનો નિયમ આવ્યા પહેલાના ઉમેદવારો છે.૨૦ વર્ષનાં વિલંબને કારણે પારવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમજ પરીવારના જીવન નિર્વાહમાં પણ હાડમારી વેઠી રહ્યા છે.આથી તાત્કાલીક નોકરીમાં શૈક્ષણિક લાયકાત પ્રમાણે તેઓનો સમાવેશ થાય તેવી અર્થપૂર્ણ કાર્યવાહિ થવા યોગ્ય કરવા માગણી કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here