રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના પોઝિટિવ, ત્રણ દિવસમાં અનેક લોકોને મળ્યા, બાપુ ઘરે કોરોન્ટાઇન થયા

મિલન કુવાડિયા ૮/૧૦ કલાકે
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તેઓ ગાંધીનગરના વસંત વગડા નિવાસસ્થાને ક્વોરન્ટીન રહેશે.બે ત્રણ દિવસ પહેલા તાવ આવ્યો હતો અને કાલે રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. ત્રણ દિવસ પહેલા એનસીપીમાંથી રાજીનામું આપતા પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી હમણાં થોડા દિવસોથી શંકરસિંહ વાઘેલા ખાસ્સા ચર્ચામાં રહેતાં આવ્યા છે. એનસીપીમાં રાજીનામું આપી દીધા બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ મોર્ચા નામે નવી પાર્ટી બનાવી હતી.

જો કે, સતત દોડધામ કરતાં રહેતાં શંકરસિંહ વાઘેલાનાં સમર્થકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. શંકરસિંહને સામાન્ય તાવ આવતાં તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. આજે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શંકરસિંહ વાઘેલા ઘરે ક્વોરન્ટાઈન થયા છે.

તેઓએ જણાવ્યું હતું કે, જરૂર લાગશે તો આવતીકાલે હોસ્પિટલમાં દાખલ થઈ જઈશ.  ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ તેઓએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. એટલું જ નહીં, પણ તેઓએ પોતાના સમર્થકો સાથે બેઠક પણ યોજી હતી. એનસીપીમાંથી રાજીનામું આપી દીધા બાદ શંકરસિંહે પ્રજા શક્તિ મોર્ચા નામે નવી પાર્ટી શરૂ કરી છે. તેની કામગીરીને લઈને પણ તેઓએ સતત એક્ટિવ રહેતાં હતા. હવે શંકરસિંહ પોઝિટિવ આવતાં તેમની સાથે રહેલાં લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય પેદા થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here