સરકાર દ્વારા વાહનચાલકો માટેના નિયમમાં અપાઈ આંશિક છુટછાટ, ડ્રાઈવર ઉપરાંત એક થી વધારે મુસાફર હશે તો તમામે માસ્ક પહેરવા પડશે

બ્રિજેશ ગૌસ્વામી
કોરોના મહામારીમાં ચેપના ફેલાવાના અટકાવવા સરકારે મુસાફરી દરમિયાન માસ્ક પહેરવા અંગે અગાઉ સખત નિયમો લાગુ કર્યા હતા. જો કે તેમાં હવે આંશિક ફેરફાર કરીને રાહત અપાઈ છે. જેમાં મુસાફરી દરમિયાન ફોર-વ્હીલરમાં ચાલક એક માત્ર વ્યકિત હશે તો તેને માસ્ક પહેરવાથી મુક્તિ અપાઈ છે. આ અંગે સરકારે નવો પરીપત્ર બહાર પાડીને સમગ્ર રાજ્યમાં કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારોમાં કેટલીક પ્રવૃત્તિઓ ચાલુ રાખવા હુકમ કર્યો છે. જે અનુસંધાને ફોર વ્હીલર વાહનો માટે થોડા નિયમો હળવા કરાયા છે.

જેમાં હવેથી ફોર વ્હીલર વાહનમાં મુસાફરી દરમિયાન જો વાહન ચલાવનારા એક જ વ્યકિત હોય તો તેમને ચહેરાને માસ્ક  કે કપડા કે અન્ય રીતે ઢાંકી રાખવામાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ વાહન અંગે જો સક્ષમ સત્તાિધકારી દ્વારા આવશ્યક પુછપુરછના સમયે અથવા અન્ય વ્યકિત સાથે વાતચીત કરવા માટે વાહન થોભાવવામાં આવે ત્યારે ચહેરાને કપડાથી કે અન્ય રીતે ઢાંકી રાખવાનો રહેશે. જો કે, ફોર વ્હીલર વાહનમાં ડ્રાઈવર ઉપરાંત એક કે તેનાથી વધારે મુસાફર હશે તો તમામને માસ્ક પહેરવાની જોગવાઈ યાથાવત રખાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here