સરકારનું ટેન્શન વધ્યું: રાજ્યના શિક્ષિત બેરોજગારોનું સોશિયલ મીડિયા કેમ્પેન પહેલા રોજગારી પછી ચૂંટણી

મિલન કુવાડિયા
બેરોજગાર યુવાનોનું ટ્વિટર પર નવું અભિયાન, પહેલા રોજગારી પછી ચૂંટણીના હેસ્ટેગથી અભિયાન, શિક્ષિત બેરોજગાર યુવાનોની માંગ બેરોજગાર યુવાનોએ ટ્વિટર પર નવું અભિયાન શરૂ કર્યું છે. પહેલા રોજગારી પછી ચૂંટણી ના હેસ્ટેગથી અભિયાન શરૂ કર્યું છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ પહેલા રોજગારી પછી ચૂંટણી કરજોની માગ કરી છે. પહેલા રોજગારી પછી ચૂંટણીના હેસ્ટેગથી લાખો ટ્વિટ થઇ રહ્યાં છે. ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ અભિયાન શરૂ કરાયું છે.

સાથે જ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી ૧૦ લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે. વધુમાં વધુ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કરાયો છે. ત્યારે સમી સાંજે ૭ વાગ્યા સુધી આસપાસ ૬ લાખ ૯૫ હજારથી વધુ લોકોએ ટ્વીટ કર્યા છે. પેન્ડિંગ ભરતીઓ-પરીક્ષાઓ, પરિણામની લોકો માગ કરી રહ્યા છે.

વર્ષ ૨૦૨૦ અને ૨૧માં ૩૫ હજારથી વધુ કર્મચારીઓ રિટાયર્ડ થયા છે. આ તમામ જગ્યાઓ ખાલી છે. એલઆરડી, બિનસચિવાલય, તલાટી અને શિક્ષકોની ભરતી છેલ્લા કેટલાક વર્ષોથી થઈ નથી. તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં પણ કેટલીક પરીક્ષાઓ અલગ અલગ કારણોથી રદ થઈ છે. સરકાર સરકારી ભરતીમાં જાતિવાદ લાવી રહી છે તેવુ યુવાનોનું કહેવું છે. ત્યારે યુવાનોના આ આંદોલનની પેટાચૂંટણી પર મોટી અસર થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here