ગુજરાત સરકારનો વધુ એક નિર્ણય, હવે મોલ-શો રૂમમાં પણ માસ્ક વિના નો-એન્ટ્રી, વાહનચાલક અને મોલ મેનેજર પાસે દંડ વસૂલાશે

બ્રિજેશ ગૌસ્વામી
ગુજરાતમાં કોરોનાના વધતાં જતાં સંક્રમણને રોકવા રાજય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે હજુય લોકો કોરોનાને ખુબ જ હળવાશથી લઇ રહ્યાં છે.માસ્ક નપહેરનારાં સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે.એટલું જ નહીં, એક હજાર રૂપિયા દંડની જોગવાઇ કરી છે. રાજ્ય સરકારે હવે રીક્ષાચાલકો,કેબ,ખાનગી વાહનોમાં ડ્રાઇવર જ નહીં,પણ મુસાફરો માટે માસ્ક ફરજિયાત કર્યુ છે.રાજ્ય આરોગ્ય વિભાગે પરિપત્ર જારી કરીને આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે. ગુજરાતમાં અત્યારે કોરોનાના રોજ ૧૧૦૦ થી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે. આ સિૃથતી વચ્ચે લોકો માસ્ક પહેરે તે માટે રાજ્ય સરકારે દંડની રકમમાં વધારો કરીને કડકાઇ દાખવી છે.

જેમકે, શરૂઆતમાં માસ્ક ન પહેરવા માટે રૂા.૨૦૦ દંડની જોગવાઇ હતી પણ હાઇકોર્ટની ફટકાર બાદ માસ્ક ન પહેરનારાં પાસે રૂા.૧ હજાર દંડ લેવા સરકારે નક્કી કર્યુ છે.આમ છતાંય લોકો હજુય માસ્ક પહેરતાં નથી. લોકો જ નહીં, પણ રિક્ષાચાલકો, ખાનગી વાહનોના ડ્રાઇવર માસ્ક પહેરતાં નથી. આ બાબત સરકારને ધ્યાને આવી છે.આ જોતાં રાજ્ય આરોગ્ય વિભાગે પરિપત્ર જારી કરીને એવો નિર્ણય કર્યો છે કે, રિક્ષાચાલકો,કેબ,ખાનગી વાહનોના ડ્રાઇવરોએ જ નહીં, મુસાફરોએ પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. જો આ નિયમનો ભંગ કરાશે તો મુસાફરો જ નહીં,વાહનચાલક પાસેથી દંડ વસૂલવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here