પાક નુકસાનીને લઈને ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હશે તેમને વળતર મળશે, સર્વે પ્રમાણે સહાય કરવામાં આવશે

મિલન કુવાડિયા
એક તરફ કોરોના વાયરસે કાળો કહેર વરતાવ્યો છે તો બીજી તરફ વરસાદ પણ આફત બનીને વરસી રહ્યો છે. ત્યારે રાજ્યભરમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે અને ઉભા પાક ધોવાઈ ગયા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં થયેલી અતિવૃષ્ટીને કારણે. ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ફરિયાદોને પગલે રાજ્ય સરકારે આ વિસ્તારોમાં પાક નુકસાનીનો સર્વે કરી સહાય કરવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૧૫ દિવસમાં ઉભા પાકને જે નુકશાન થયુ ત્યાં(સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ)નાં ધારાધોરણ પ્રમાણે ૩૩ ટકા કરતાં વધુ નુકશાન થયુ હશે ત્યાં સરકાર સહાય દ્વારા કરવામાં આવશે.
પાણી ઓસરી ગયા છે ત્યાં સર્વે શરૂ થઇ ગયો-જે ખેતરમાં પાણી છે ત્યાં પાણી ઉતર્યા બાદ સર્વે

આ અંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, આગામી ૧૫ દિવસમાં નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાના આદેશો પણ સંબંધિત વિભાગોને મુખ્યમંત્રીએ આપ્યા છે. રાજ્યમાં જે ધરતીપુત્રો-ખેડૂતોને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે.

આ માટેનો સર્વે હાથ ધરવા પણ આદેશો આપી દેવાયા છે. તેમણે કહ્યું કે, જે ખેતરોમાં વરસાદી પાણી ઓસરી ગયા છે તે ખેતરોમાં સર્વે કામગીરી ચાલુ છે. એટલું જ નહિ, જે ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઉતરી ગયા પછી આવી સર્વે કામગીરી શરૂ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here