લોકોને કામ ધંધા નથી, આ સ્થિતિમાં માનવતા ભૂલી જાવ એ કેવું, અપાતા ટાર્ગેટો બંધ કરી માસ્ક અને હેલ્મેટ વિતરણ કાર્યક્રમ કરો : કોંગી અગ્રણી ધુંઆપુઆ

સલીમ બરફવાળા
હેલ્મેટ અને માસ્કના નામે લૂંટાતી પ્રજામાં કોઈ તો બોલવા વાળું છે અને સમગ્ર મામલે સિહોરના અને ગુજરાત પ્રદેશ અગ્રણી નાનુભાઈ ડાખરા ધુંઆપુઆ થયા છે અને હેલ્મેટ અને માસ્કના નામે થતી લૂંટ બંધ કરવા મેદાને પડ્યા છે પ્રજા છેલ્લા છ મહિના કરતા વધુ સમય થી બેરોજગારી થી સતત પીડાય છે બજારો ની મંદી અને આ કોરોનાના ની બેકારી થી માણસ દુ : ખી દુ : ખી છે એવા સમય માં સામાન્ય પ્રજા જ મોટરસાયકલ પર ફરે છે પોતાનું કામ કરે છે કે પોતાનો વ્યવસાય નોકરી કરવા જાય છે.આ સામાન્ય ગરીબ મધ્યમ વર્ગ લોકોના મન માં એવું નથી કે હેલ્મટ પણ પહેરવું , માસ્ક ના પહેરવું અને સમજાય એવી વાત છે કે સરકાર કે કોર્ટ કરતા તો એને પોતાને એના જીવ ની વધુ કીમત હોય પણ આપને કાયદાનો અમલ કરવા કીધું છે.

એમ કરવું જ જોઈએ એ આગ્રહ એ ઘમંડ એ દુરાગ્રહ માં માનવતા ભૂલીને કામ કરી રહ્યા છીએ માસ્ક પહેરવા કે હેલ્મેટ પહેરવું ભૂલી ગયેલા ને હજાર નો દંડ ન પોસાય અને આવી બેકારીમાં તો નજ પોસાય કોર્ટ આગ્રહ કર્યો કે ૧૦૦૦ દંડ લેવો જોઈએ તેનો મતલબ હજાર દંડ લઇ જ લેવો વારે તહેવારે કોર્ટ ઘણું બધુ કહે છે શું સરકાર એ બધું કરે છે ? કેમ કોર્ટ માં સરકાર એવું પણ કહે કે લોકો પરેશાન છે ત્યારે લોકો પાસેથી આવા મોઘા દંડ ન લઇ શકીએ સરકાર ને ચિંતા જ હોઈ લોકો ની કે લોકો નો જીવ સલામત રહે લોકો સ્વસ્થ રહે તો બીજા ઘણાયે આયામો છે જે સરકારે કરવા જોઈએ કુલ મળીને સરકારે કાયદાઓને માનવીય રીતે મુલાવવા જોઈએ તત્કાલ અસરથી રાજ્યમાં હેલ્મટ કે માસ્ક માટે યોજાતી ડ્રાઈવ કે ટાર્ગેટ બંધ કરી માસ્ક વિતરણ કરવા રાહત ભાવે હેલ્પેટ વિતરણ કરવા જેવા કાર્યક્રમ બનાવે એવી વિનંતી સાથે રજૂઆતો નાનુભાઈ ડાખરા દ્વારા કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here