હાથરસ કેસની ઘટનાના પડઘા ગુજરાતમાં, ગુજરાતમાં પણ હાથરસ કાંડનો વિરોધ, આજે કોચરબ આશ્રમથી ગાંધીઆશ્રમ સુધી યોજાઈ હતી પ્રતિકાર રેલી

મિલન કુવાડિયા
હાથરસ કાંડની ઘટનાના વિરોધમાં અમદાવાદની કોંગ્રેસમાં પ્રતિકાર રેલી યોજાય તે પહેલા નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. હાથરસ કાંડની ઘટનાને લઈને સમગ્ર દેશ આક્રોશિત છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસે કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી રેલીનું આયોજન કર્યુ હતુ. જોકે આ રેલીને પોલીસે મંજૂરી આપી ન હતી અને સવારથી સમગ્ર રૂટ પર સઘન બંદોબસ્ત જોવા મળ્યો હતો. હાથરસ ગેંગરેપ મામલે કોંગ્રેસની પ્રતિકાર રેલી યોજાય એ પહેલા જ પોલીસે કોંગી નેતાઓની ધરપકડ કરી હતી એટલું જ નહીં.

પરંતુ તેમને પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે પણ સંઘર્ષ થયો હતો. પોલીસે તમામ અંગ્રણી નેતાઓની અટકાયત કરી છે હાથરસ ગેંગરેપ કેસ મુદ્દે કોંગ્રેસની પ્રતિકાર રેલી યોજાઈ છે. રેલી પહેલા જ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. અમિત ચાવડાની ધરપકડ કરવામાં આવી છે.હાર્દિક પટેલની તેમના નિવાસ સ્થાનેથી અટકાયત કરી લેવામાં આવી હતી.જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરાઈ છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ને નજરકેદ કરાયા છે. રેલીમાં આવા નીકળે એ પહેલા જ પોલીસ ઘરે પહોંચી હતી. શૈલેષ પરમારની પણ કરાઈ અટકાયત, નૌશાદ સોલંકીની પણ અટકાયત કરવામાં આવી છે. જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરાઈ છે. કોચરબ આશ્રમ પહોંચેલી ૩ મહિલા કાર્યકરોની પણ અટકાયત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here