આજે વિશ્વ દ્રષ્ટિ દિવસ : કોરોના સાઇડ ઇફેક્ટ

મિલન કુવાડિયા
કોરોનાએ દરેકની જીવનશૈલી બદલાવી દીધી છે અને આ જ બદલાયેલી જીવનશૈલી ઘણી બિમારી તથા રોગનું ઘર બની ગઇ છે. હાલ સ્કૂલો બંધ છે જેને પગલે ઓનલાઇન એજ્યુકેશન કેજીથી લઇને પીજી સુધીના વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે. સતત કોમ્પ્યુટર તથા મોબાઇલની સ્ક્રીન ઉપર જોવાને કારણે વિદ્યાર્થીઓની આંખ ખરાબ થઇ શકે છે એટલુ જ નહીં, બાળકોની આંક લાલ થવી, બળતરા થવી, દ્રષ્ટિ ખરાબ થવી જેવી તકલીફો વધી છે તો ડાયાબીટીશના દર્દીઓ પણ હાલની સ્થિતિમાં આંખની યોગ્ય ચકાસણી કરાવતા નથી જે પણ અંધાપો લાવી શકે તેવી ગંભીર બેદરકારી છે તેથી નિયમીત આંખનું ચેકીંગ કરાવવું જોઇએ તેમ ડોક્ટરોનું માનવું છે. સતત કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ કે મોબાઇલની સ્ક્રીન ઉપર જોવાને કારણે બાળકની આંખ નબળી પડી શકે છે જેના કારણે હજુ તો ઓનલાઇન એજ્યુકેશનના ત્રણ મહિના જ થયા છે તેવી સ્થિતિમાં આંખની તકલીફોને લઇને વિદ્યાર્થીઓ પ્રકાશમાં આવી રહ્યા છે.

તેથી મોબાઇલની સ્ક્રીન ઉપર સતત નહીં જોવા માટે તેમણે બાળકોને સલાહ આપી હતી કુલ અંધ દર્દીઓ પૈકી ૨૦ ટકા કિસ્સાઓ ડાયાબીટીસના કારણે અંધ થયા હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. કુલ ડાયાબીટીસના દર્દીઓમાંથી ત્રીજાભાગના દર્દીઓની આંખમાં ડાયાબીટીસ ઉતરે છે અને આંખને ખરાબ કરે છે તેમાંથી ત્રીજા ભાગના દર્દીઓ અંધ થાય છે. આમ, ડાયાબીટીસ કંટ્રોલમાં ન રહે તો પણ આંખની દ્રષ્ટિને નુકશાન થાય તેમ છે ત્યારે ડાયાબીટીસના દર્દીઓ તથા બાળકો જ નહીં અન્ય સામાન્ય વ્યક્તિ પણ પોતાના જ સ્માર્ટ ફોન વડે વિઝન લીંક એટલે કે, ખાસ પ્રકારની એપ્લીકેશન મારફતે પોતાની દ્રષ્ટિ ચકાસી શકે તે માટે તેજ આઇ સેન્ટરે ખાસ વ્યવસ્થા કરી છે આ લીંક દરેકને નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. જેમાં ગુજરાતી તથા અંગ્રેજીમાં સુચનાઓ આવે છે અને સામાન્ય વ્યક્તિ પણ એક જ એપ્લીકેશન મારફતે નજીક અને દુરની દ્રષ્ટિ, ત્રાસા નંબર તથા કોન્ટ્રાસ અને કલર વિઝન સામાન્ય વ્યક્તિ ચેક કરી શકે છે. આ ઉપરાંત આજે તા.૮ ઓક્ટોબરે વિશ્વ દ્રષ્ટિ દિવસ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here