ચેરમેન રાજશીભાઈ જોટવા ના સમયગાળા માં સર્વોચ્ચ કામગીરી થી ખેડૂતો બીજ નિગમનું બિયારણ શોધતા થયા છે.

છેલ્લા ત્રણ વર્ષે મા ગુજરાત રાજ્ય બીજ નિગમ દેશ માટે બીજ ઉત્પાદન નુ ઉત્તમ મોડેલ બન્યુ.


નિલેશ આહીર
રાજ્યના ખેડૂતો માટે કામ કરતો આ સરકારનો બીજ ઉધોગની છેલ્લા ત્રણ વર્ષથી કામગીરી ઉત્કુષ્ઠ જોવા મળી. છેલ્લા સમયમા એક ખેડૂત પુત્ર અને ખેતી સાથે જોડાયેલા એવા ગાંડી ગીર ના પ્રભાસ ક્ષેત્ર ના સોમનાથ વિસ્તારના લોકપ્રિય રાજકીય નેતા રાજશીભાઈ જોટવા ને ગુજરાત રાજ્ય બીજ નિગમ ના ચેરમેન તરીકે ગુજરાત સરકાર દ્વવારા વરણી કરતા ખેડૂતો ને પડતી મુશ્કેલીઓ અને બિયારણ વિશે સંપૂર્ણ માહિતગાર વ્યક્તિ ને સુકાન સોંપતા બીજ નિગમ છેલ્લા ત્રણ વર્ષમાં સમગ્ર રાજ્ય મા એક આગવી ઓળખ ઉભી થઇ છે અને ખેડૂતો ના ખેતર સુધી નિગમ ના ફળ પહોંચાડ્યા છે. ભૂતકાળ મા જે બીજ નિગમના બિયારણ થી ખેડૂતો દૂર ભાગતા હતા તે બીજ નિગમ ના બિયારણની ગુણવતા, પેકીંગ અને વિતરણ બાબતે કામગીરી મા ચોકસાઈ રાખી અને કડકાઈ થી અમલી બનવાઈ કે આજે રાજ્ય નો ખેડૂત સામેથી ખાનગીકરણ ના યુગ મા કંપનીઓની બોલબાલા હોવા છતાં બીજ નિગમનું બિયારણ શૉધતો થયો છે.

રાજ્યના દરેક ખેડૂત ના ખેતરે સરકારનું ગુણવત્તાયુક્ત ઉંચુ ઉત્પાદન આપતા બિયારણો ખેતર સુધી પહોચ્યા છે.વર્તમાન ચેરમેન રાજશીભાઇ સાથે ની એક મુલાકાત મા તેને જણાવ્યું કે હું ખેડૂત પુત્ર છું, ખેડૂતોની સમસ્યાઓ હું જાણુ છું, મે એ સમસ્યાઓ અનુભવી છે અને ખેડૂત માટે ઉઘાડપગો શબ્દ પ્રયોગ વપરાય છે એટલે કે “રાતદિવસ ઉઘાડા પગે મહેનત કરનાર માણસ” તેની આંતરડી દુભાઈ તો ઈશ્વર પણ માફી ના આપે એબાબત થી હું એક ખેડૂત હોવાથી એની વેદના ને વાચા આપવા vtv ના ઈસુદાન ગઢવી દ્વવારા યોજાતા લોકપ્રિય કાર્યક્રમ મહામંથન કે જેને લાખો લોકો અને ખેડૂતો દેશભર મા જુવે છે. ખેડૂતો નો પ્રિય કાર્યક્રમ છે તેના માધ્યમ થી મારો વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર કરી બિયારણ બાબતે કોઈ સમસ્યાઓ જણાય તો મારો સિદ્ધો સંપર્ક કરવા અનુરોધ કાર્યો હતો. બીજી બાજુ કોરોના સંક્રમણ વચ્ચે પણ બીજ નિગમ ની એક પણ કચેરી કે યુનિટ જ્યાં બિયારણ સંબધિત કામગીરી થતી હોય તે બંધ રહ્યુ નથી.

ચેરમેન તરીકે લોકડાઉન મા પણ કોરોના ના ભય તળે રાજ્ય ની દરેક શાખાની રૂબરૂ મુલાકાત લઇ ને ખેડૂતો ને બિયારણ સંબંધી મુશ્કેલી ના પડે તેની કોરોના કાળ મા પણ તકેદારી રાખવામાં આવી છે. તેને કારણે જ આજે મારા પર રાજ્ય ના ખેડૂતો એ વિશ્વાસ રાખી રાજ્ય ના દરેક ખેડૂત બીજ નિગમ નુ બિયારણ ખરીદતો થયૉ છે. બિયારણ નુ પ્લોટીંગ કરતો થયો છે. એ ગુજરાત ને સદૈવ હરિયાળી ક્રાંતિ તરફ ની દિશામાં લઈ જશે. છેલ્લા ત્રણ વર્ષના કાર્યકાળ મા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વવારા રાજ્યના ૧૫ જેટલાં જિલ્લા મા નિગમ ની કચેરીઓ અને વેચાણકેન્દ્રો પર સીધી દેખરેખ રાખી પૂરતું બિયારણ મળી રહે તે બાબત ની તકેદારી રાખી છે. કૃષિ ક્ષેત્ર મા હરિયાળી ક્રાંતિ ની એક સિદ્ધિ છે જે ખેડૂતો એ બીજ નિગમ ના સહયોગ થી કરી શક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here