સપ્ટેમ્બરમાં પરિપત્ર કર્યો અને ત્રણ વર્ષ અગાઉથી ઈફેકટ આપી ઉઘરાણી કાઢી, સ્ટેશન પર મીણબતી પ્રગટાવી વિરોધ કર્યો, ૨૦ મીથી કાળી પટૃી ધારણ કરશે


હરેશ પવાર
કોરોના સંકટમાં જીવનાં જોખમે ફરજ બજાવનાર રેલવે સ્ટેશન માસ્તરોને પ્રોત્સાહન આપવાનાં મામલે રેલવે તંત્રએ નાઈટ એલાઉન્સમાં કાપ મુકતા તેના વિરોધમાં દેશભરમાં સ્ટેશન માસ્તરોએ આંદોલન શરૂ કર્યુ છે. ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્તર એસોસિએશનનાં આદેશનાં પગલે સોૈરાષ્ટ્રનાં ૧૩૦ રેલવે સ્ટેશનો પર માસ્તરોએ સાંજે મીણબતી પ્રગટાવી વિરોધ વ્યકત કરી આંદોલનનાં મંડાણ કર્યા હતા. લોકડાઉનનાં સમયમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરનાર સ્ટેશન માસ્તરો ગુડ્ઝ ટ્રેન, શ્રમિક ટ્રેન ચાલી તેમાં મહત્વનું યોગદાન આપ્યુ છે. સ્ટેશન માસ્તરોને વર્ષોથી નાઈટ એલાઉન્સ અપાતુ હતુ તેમાં સિલીંગ બાંધવાનો રેલવે તંત્રએ નિર્ણય કરતા આશરે પ૦ ટકા જેટલુ એલાઉન્સ ઘટી જશે તેવુ એસોસિએશનનાં હોદેદારોએ જણાંવ્યુ હતુ.

રેલવે ઓથોરીટીએ નાઈટ ડયુટીનો પરિપત્ર સપ્ટેમ્બરમાં જારી કર્યો પરંતુ તેની અસર તા. ૧ લી જુલાઈ ર૦૧૭થી શરૂ કરવાનો નિર્ણય કરતા સ્ટેશન માસ્તરો પાસેથી રિકવરી માગવામાં આવશે. એક મહિનામાં આશરે ત્રણ – ચાર હજારનું નાઈટ એલાઉન્સ મળતુ હોય તો તેનું ત્રણ વર્ષની રિકવરી કાઢવામાં આવતા તંત્રનાં આ પગલા સામે સ્ટેશન માસ્તરોમાં રોષ છે. ગઇકાલે તા.૧પ મીએ  રાજકોટ રેલવે ડિવિઝનનાં ૬૦ રેલવે સ્ટેશનો અને ભાવનગર રેલવે ડિવિઝનનાં ૭૦ સ્ટેશનોનાં ૬પ૭ સ્ટેશન માસ્તરોએ સાંજે સ્ટેશનો પર મીણબતી પ્રગટાવી વિરોધ વ્યકત કરી આંદોલનનાં મંડાણ કર્યા હતા. તા. ર૦ મીએ કાળી પટૃી ધારણ કરી ફરજ બજાવશે અને એક સપ્તાહમાં જો આ પરિપત્ર રદ કરવામાં નહિ આવે તો તા. ૩૧ મીથી ઉપવાસ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here