વધુ નફો લેવાના ચક્કરમાં કૃત્રિમ અછત


બ્રિજેશ ગૌસ્વામી
ચાલુ વર્ષની ચોમાસાની સીઝન દરમિયાન પ્રારંભ થી જ સમયાંતરે ભારે વરસાદ અને હાલમાં માવઠાના કારણે મોટાભાગના પાક ને નુકશાની થતા ખેડૂતો બેહાલ બન્યા છે. શાકભાજીના ભાવોમાં પણ ધરખમ વધારો થયો છે. એમાં છેલ્લા થોડા દિવસોથી બટેટાના ભાવમાં પ્રતિકિલોએ રૃા. ૫ થી ૧૦ના વાધારા બાદ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ગૃહિણિઓની આંખમાં રીતસરના પાણી લાવી દે છે. છેલ્લા ચારેક દિવસાથી ડુંગળીના હોલસેલ માર્કેટમાં ૪૦ થી ૫૦ રૃા. ભાવ છે. જ્યારે રીટેલર વેપારીઓ પાસે ડુંગળીના ભાવ રૃા. ૬૦ થી ૭૦ પ્રતિકિલોએ છે. સામાન્ય રીતે આ દિવસો દરમિયાન બટેટા ૨૫ થી ૩૦ પ્રતિકિલોએ અને ડુંગળીના ભાવ પણ ૨૫ થી ૩૦ રહેતા હોય છે.

એના બદલે આ વર્ષે ભારે વરસાદના પગલે બટેટા ૪૦ થી ૫૦ રૃા. પ્રતિકિલોએ છુટક શાકભાજીના વેપારીઓ પાસે વેચાય છે અને આગામી દિવસોમાં બટેટાના ભાવ ૮૦ રૃા. કિલોએ પહોંચવાની શક્યતા અમુક વિક્રેતાઓ વ્યક્ત કરી રહ્યા છે અને ડુંગળીના ભાવ પણ હજુ વાધવાની સંભાવના છે. સિહોરમાં મુખ્યત્વે બીજા જિલ્લા માંથી ડુંગળીનો માલ આવતો હોય છે. હાલમાં આ ભાવ વધારો સંગ્રહખોરી હોવાની પણ શક્યતા દર્શાવાઈ છે. જેના કારણે બહારના વેપારીઓ વધુ નફો લેવાના ચક્કરમાં ડુંગળીની કૃત્રિમ અછત ઉભી કરી રહ્યા છે અને તેના કારણે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here