ખેડૂતોને ખેત ઉત્પાદનના ટેકાના હાલના ભાવથી બમણા કરવા તથા પાક નુકસાનનું પૂરું વળતર , મકાન સહાય , પશુ સહાય દિવાળી પહેલા ચૂકવો : કિસાન ટ્રષ્ટનું પ્રતિનિધિ મંડળ મંત્રીને રૂબરૂ મળ્યું


દેવરાજ બુધેલિયા
સિહોર ભાવનગર સહિત ગુજરાતના ખેડૂત આગેવાનો અને કિસાન ક્રાંતિ ટ્રષ્ટના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ રાજ્યના કૃષિમંત્રીને રૂબરૂ મળી ખેડૂતોને ખેત ઉત્પાદનના ટેકાના હાલના ભાવથી બમણા કરવા તથા પાક નુકસાનનું પૂરું વળતર , મકાન સહાય , પશુ સહાય દિવાળી પહેલા ચૂકવવાની ખેડૂતો વતી માંગ કરી છે કિસાન ટ્રષ્ટની આવેલી અખબાર યાદીમાં જણાવ્યું છે કે દેશના પ્રધાનમંત્રી અને સરકારે ખેડૂતોની સમસ્યા હલ કરવા અને તેમની આવક બમણી કરવા પ્રયત્ન કરતા રહ્યા છે તે બદલ આભાર વ્યક્ત કરીએ છીએ પરંતુ ગુજરાતમાં અવારનવાર અતિવૃષ્ટિ , ઓછો વરસાદ , વાવાઝોડા , માવઠું કે અન્ય કુદરતી આપત્તિમાં ખેડૂતોને પાકમાં નુકસાન થતું રહ્યું છે.

.. અને સરકારે વળતર પણ આપેલ છે. રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે પરંતુ આજની મોંઘવારી , બિયારણ , ખાતર , જંતુનાશક દવાઓ અને મદુરી ખર્ચ ઉપરાંત ડીઝલમાં થયેલ ભાવ વધારો અને એની સામે ખેડૂતના પરિવાર ની મહેનત એ તમામ ખેતી ખર્ચ સાથે જોડવામાં આવે અને એ રીતે હેક્ટરે ખર્ચ ૪૦,૦૦૦ રૂપિયા થાય છે , તેની સાથે પાક નુકશાન નું વળતર મળતું નથી બીજી બાજુ ઉત્પાદન શરૂ થતાં જ ખેત ઉત્પાદનના ટેકાના ભાવ અપૂરતા અને અધુરા જાહેર કરવામાં આવે છે.

તેથી બજાર ઊંચું આવતું નથી બજારમાં સસ્તા ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે છે અને એના કરતાં ઓછા ભાવે વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવે છે બીજી બાજુ રાજ્યના નાગરિકોને વેપારીઓ બજારમાં ડબલ ભાવે વેચાણ કરે છે તેથી મોંધવારી વધે છે ત્યારે તાત્કાલિક અસરથી મગફળી કપાસના ૨૦ કિલોના રૂપિયા બે હજાર ના ભાવથી ગામે – ગામથી ખરીદી કરવાનું આયોજન કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવે વધુમાં જણાવવાનું કે શરૂઆતમાં ઓછો વરસાદ થતાં પાક નિષ્ફળ ગયો હતો ત્યારબાદ અતિ વરસાદ અને પૂરના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

તો તમામ ખેડૂતોના પાક ધિરાણ લોન માફ કરવામાં આવે અથવા દોઢથી બે લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરવામાં આવે કે જે હેકટરે ૪૦,૦૦૦ રૂપિયા રોકડા પાંચ હેક્ટરની મર્યાદામાં આપવામાં આવે . ઘણા લોકોના મકાનો પડી ગયા છે તો તેઓને પાકું મકાન બનાવી શકે તેટલી નાણાકીય મદદ કરવામાં આવે જેટલા પશુઓને કુદરતી આપત્તિમાં મોત નીપજ્યા છે તે તમામ પશુપાલકોને જમાં વેચતા પશુઓ ની કિંમત ઘણી પુરી સહાય આપવામાં આવે વ્યાજબી માગણી સ્વીકારી ઝડપી ચૂકવી આપવા માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here