તાકીદે કેસો પાછા ખેંચવા કરી માંગ અન્યથા આંદોલનની પણ ચીમકી, સરકાર આ બાબતે ગંભીર નોંધ લે, મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા અને તંત્ર વિભાગોમાં રજુઆત

શંખનાદ કાર્યાલય
અનામતનો હક્ક અને અધિકાર મેળવવા માટે પાસના પાટીદાર સમાજના યુવાનો આંદોલન કરી રહ્યા હતા તેના ઉપર ખોટા રાજદ્દૌહ વિગેરે થયેલા કેસો સરકાર અને તંત્ર યુધ્ધ ના ધોરણે પાછા ખેંચે અન્યથા ભાવનગર ક્ષત્રિય સમાજના આગેવાનોએ અવનવા‌ આંદોલનો કરવાનુ રણશિંગું ફૂંકાશેની ચીમકી ઉચ્ચારી છે અનામત માટે પાટીદાર સમાજના પાસના ‌યુવા આગેવાનોએ‌ વર્ષો સુધી આંદોલન ચાલુ રાખેલ તેથી સરકાર ને તંત્રને આ માંગ માનવી પડી અને કેન્દ્ર સરકારે સવર્ણોને ૧૦% અનામત આપેલ અને અનામત આયોગ બનાવવું પડેલ છે.

તે આયોગને રૂપિયા ૫૦૦ કરોડથી વધારે ફાળવેલ છે તેથી એક પાટીદાર સમાજને નહિ પણ દેશ ભરના ૬૦ થી વધારે સ્વર્ણ સમાજોને લાભ મળેલ તેમાં અમારો ક્ષત્રિય સમાજ પણ આવે છે તેથી તે સમયે આ આંદોલનને ક્ષત્રિય સમાજનો ટોકો હતો અને‌ કાયમી રહેશે.પણ આ આંદોલનમા પાસના‌ અનેક નીદ્દોષ યુવાનો શહીદ થયેલા તેના પરીવારને સરકાર કરોડોની સહાય કરે અને શહીદ થયેલા પરીવારના એક સભ્યને સરકારી નોકરી મળે તેમજ આ આંદોલન કરી રહેલા નીદ્દૉષ પાસના યુવાનો ઉપર ખોટા રાજદૉહ વિગેરે કેસો થયેલા તે તમામ કેસો પાછા ખેંચવામાં આવે કારણકે આ આંદોલનમાં રાજદૉહ જેવા ગંભીર ગુના દાખલ થાય તેવો એકપણ બનેલ નથી તે જગ જાહેર છે.

તેમજ આ અનામત આંદોલનો સુખદ અંત આવ્યો છે ત્યારે સરકારે પણ ખાત્રી આપી હતી કે પાસના આગેવાનો ઉપર થયેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવશે અને તે સરકારની ફરજમાં આવતી ફરજીયાત ફરજ છે. પણ સરકાર પાછળથી શકુની રમતો રમીને પાસના આગેવાનોને ફસાવાના પેતરા કરે છે તે રમત સરકાર બંધ ‌નહિ કરેતો ટુંક સમયમાં ક્ષત્રિય સમાજ અને સવર્ણો મહાભારત વાળી કરશે તેની સરકાર ને તંત્રએ ગંભીર નોંધ લેવી તેમજ આ બાબતે કોઈ પણ પ્રકારના અઘટિત બનાવો બનશે તો તેની તમામ જવાબદારી સરકાર ને તંત્રની રહેશે તેમ ક્ષત્રિય સમાજના ખેડૂત આગેવાનો વાળા ભરતસિંહ પોપટભા તરેડી.અશોકસિહ કે સરવૈયા નવી કામળોલ.પ્રવિણસિહ સરવૈયા પસ્વી.ચેતનસિહ ગોહિલ ખરટડી.વિગેરે આગેવાનો જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here