ગુજરાત આઈટીઆઈ વર્ગ- ૩ના આશરે ૫૦૦૦ ટેક્નિકલ કર્મચારીઓ એક દીવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં જમા કરાવશે.

મિલન કુવાડિયા
દેશમાં કોરોના ની આફત આવી ગઈ છે. ધીમે ધીમે આફત વધી રહી છે ત્યારે સરકાર બનતા તમામ પ્રયાસો દ્વારા આ વાયરસ સામે લડવા માટે થઈને લોકોનું રક્ષણ કરવા વિવિધ ફંડો જાહેર કરી રહી છે. ત્યારે સરકારને આર્થિક સહાયમાં મદદ પુરી પાડવા રાજ્યના વિવિધ ક્ષેત્રના કર્મચારીઓ પોતાના પગારમાંથી ફંડમાં જમા કરાવી રહ્યા છે. વિશ્વ આજે કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે અને દેશ કટોકટીની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને સરકાર પણ લોકોના સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે.

ત્યારે ગુજરાત રાજ્ય આઇટીઆઈનું ટેક્નિકલ કર્મચારી મંડળ ” ગુજરાત રાજ્ય કારીગર તાલીમ કર્મચારી મંડળ વર્ગ-3″ દ્વારા ગુજરાત સરકારને આજ રોજ સામે ચાલીને ઈમેઇલ થકી આહવાન મોકલવામાં આવ્યું .ગુજરાત સરકારનાં બાવડાં મજબૂત કરવા રાહતનિધિ ફંડમાં આશરે ૮૦ લાખ જમા કરવામાં આવશે. જેનો લાભ સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને મળી રહે તે હેતુસર આ પગલું લેવામાં આવ્યું. હાલ ગુજરાત રાજ્યમાં અંદાજે ૫૦૦૦ ટેક્નિકલ કર્મચારીઓ સેવા બજાવી રહ્યા છે જે પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિમાં જમા કરાવશે.

જે ગુજરાતમાંથી આવી પહેલ કરનાર પહેલું કર્મચારી મંડળ કહી શકાય અને એક રાષ્ટ્રસેવાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય અને જો સરકારશ્રીને કોઈ રાહતકામ માટે આવશ્યકતા હશે તો પણ દરેક કર્મચારીઓ સેવા માટે કટિબદ્ધ રહેશે તેવું દરેક કર્મચારીઓ વતી મંડળના પ્રમુખ કે.સી.વસાવા સાહેબએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here