રાજ્યમાં એક થિ દોઢ કરોડ લોકો યેનકેન રીતે આ ધંધા સાથે સંકળાયેલા છે, એસોસિએશન પ્રમુખ સંજય જોશી સાથે શંખનાદ સંચાલક મિલન કુવાડિયા ની સીધી વાત

શંખનાદ કાર્યાલય
દેશભરમાં લોકડાઉન ના પચાસ થી વધુ દિવસો થઈ ગયા છે. આજે લોકડાઉન ત્રણ નો છેલ્લો દિવસ છે અને કાલથી લોકડાઉન નું ચોથું ચરણ શરૂ થઈ જશે. રાજ્યભરમાં પાન માવા અને તમાકુ ના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈને આ પાન મસાલા ના ધંધા સાથે સંકળાયેલા ધંધાર્થીઓ ને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે.

જેને લઈને રાજ્યના ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશન ના પ્રમુખ સંજય જોષી દ્વાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં પત્ર લખી આ ધંધાર્થીઓ ને ન્યાય કરવા માટે રજુઆત કરી હતી. આ પત્રને લઈને શંખનાદ સંચાલક મિલન કુવાડિયાએ પ્રમુખ સંજય જોષી સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

કે છેલ્લા ઘણા દિવસોથી પાન મસાલાના વેપારીઓના ધંધા બંધ હોવાથી તેમને આર્થિક સંકડામણ પડી રહી છે. તો કોવિડ ૧૯ ની સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ એમને શરતો સાથે ધંધો કરવાની છૂટ આપવામાં આવે અથવા તો તેમના માટે કોઈ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે જેથી કરીને આ વેપારીને આર્થિક સહાય મળે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે વ્યસન મુક્તિ માટે આ સારી તક છે.

અને હાલમાં પાન મસાલા ના કાળા બજારને લઈને પણ સંજયભાઈ કહ્યું હતું કે હાલમાં વેચાણ બંધ હોવાથી જેમને વ્યસનની તલપ છે તે ઉંચા ભાવે પણ ખરીદી કરીને પોતાનું વ્યસન કરી રહ્યા છે. જેને લઈને રાજ્યમાં વેપારીઓને શરતો અને ગાઈડ લાઈનનું પાલન સાથે વેપાર કરવાની છૂટ આપવામાં આવે જેથી કરીને ધંધાર્થીની આર્થિક તકલીફ દૂર થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here