ઇશ્વરીયા પંડિત બંધુઓને મળશે બ્રહ્મ ગૌરવ સન્માન

મિલન કુવાડિયા
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના આયોજન અને મેગા બ્રાહ્મણ બિઝનેઝ સમિટમાં ઇશ્વરીયાના પંડિત બંધુઓને બ્રહ્મ ગૌરવ સન્માન મળશે. આગામી શુકવાર શનિવાર અને રવિવાર તા.3,4 અને 5 જાન્યુઆરી દરમિયાન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા મેગા બ્રાહ્મણ સમિટનું અડાલજ ના ત્રી. મંદિર અમદાવાદ ખાતે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.

આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઇશ્વરીયાના પંડિત બંધુઓ શ્રી મિતુલ પંડિત તથા શ્રી પાર્થ પંડિતને બ્રહ્મ ગૌરવ થી સન્માનિત કરવામાં આવશે. બ્રહ્મસમાજ દ્વારા યોજાનાર આ કાર્યક્રમમાં સંતો,રાજદ્વારિઓ,ઉધોગપતિઓ,કલાકારો વગેરેની ઉપસ્થિતી રહેનાર છે. ત્રણ દિવસનું આ આયોજન ગુજરાતનું સૌથી મોટું આયોજન છે જેમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને બ્રહ્મ ગૌરવ સન્માન મળશે. જેમાં ઇશ્વરીયાના વતની અમદાવાદ સ્થિત આ બંધુઓ ને સન્માનીત થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here