હાર્દિક પટેલ બાદ શક્તિસિંહ ગોહિલે પણ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બનવા કર્યો ઈનકાર : રાહુલ ગાંધી લેશે મોટો નિર્ણય

શંખનાદ કાર્યાલય
રાહુલ ગાંધીના નિવાસ સ્થાને ગુજરાત કોંગ્રેસને લઇ મહામંથન થયું છે જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના નામને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ પણ સામેલ હતા કોંગ્રેસના આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ પણ હાજર હતા દિલ્હીમાં ચાલી રહેલા મહામંથનમાં હાર્દિક પટેલને કેમ્પેઈન કમિટીના ચેરમેન બને તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે, મહત્વનું છે કે આજે રાહુલ ગાંધીએ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી સાથે બેઠક યોજી હતી.

જે બાદ હાર્દિકે બેઠક પહેલા જ પાર્ટીના શીર્ષ નેતૃત્વને સંદેશો આપતા પ્રદેશ અધ્યક્ષ પદ પર દાવેદાર ન હોવાનો હાઈકમાન્ડને ઈન્કાર કર્યો હતો.હાર્દિક પટેલે પ્રમુખ પદ વિડ્રો કર્યું હોવાનું મનાઈ રહ્યું છે,જો કે હાલ શક્તિસિંહ ગોહિલનું નામ પ્રદેશ અધ્યક્ષ તરીકે આગળ ચાલી રહ્યું હતું જોકે હાર્દિક પટેલ બાદ શક્તિસિંહ ગોહિલે પણ પ્રદેશ અધ્યક્ષ પદની દાવેદારીમાંથી નામ પરત ખેંચ્યું છે અને પ્રમુખ બનવાનો ઈન્કાર કરી દીધો છે. હજુ સુધી આ નામ પર ફાઈનલ મોહર વાગી નથી, ત્યારે આગામી 2 કે 3 દિવસમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવું લાગી રહ્યું છે.

ત્યારે ગુજરાત કોંગ્રેસને આ મહિનાના અંતે સુધીમાં નવા અધ્યક્ષ મળે તેવું સુત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે. દિલ્હી ખાતે કોંગ્રેસની બેઠકમાં ગુજરાત કોંગ્રેસની નબળી કામગીરીને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રભારીએ વરિષ્ઠ નેતાઓને ઉધડો લીધો હોવાનું પણ સામે આવ્યું છે, તેમજ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા મજબૂત હોવાનું જણાવ્યું છે.

આજે રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાત કોંગ્રેસને લઇ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી બેઠક બાદ બિહારમાં રેલીને સંબોધન કરવા રવાના થયા છે. મહત્વનું છે કે બિહારમાં પેટા ચૂંટણી યોજાનાર છે તેમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર પણ રેલીને સંબોધિત કરશે. જ્યારે દિલ્હીમાં ચારી રહેલા મહામંથનમાં આજે અન્ય નેતાઓ હાજરી આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here