કોરોનાના કેર વચ્ચે માઠા સમાચાર, ખેતી હવે મોંઘી બની, DAP ખાતરની બેગના રૂા. 1200થી વધી રૂા. 1900, NPK ખાતરની બેગના રૂા.1185થી વધી રૂા. 1800 થયા

દેવરાજ બુધેલીયા
કોરોના કેર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર એછેકે, ઇફકોએ ખાતરના ભાવમાં કમરતોડ વધારો કર્યો છે. ડીએપી ખાતરની બેગ પર રૂા.૭૦૦ સુધી ભાવ વધ્યાં છે જયારે એએસપી ખાતરમાં રૂા.૩૭૫નો ભાવ વધારો થયો છે. એનપીકે ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતો પર મોઘવારીનો માર પડયો છે.હવે ખેડૂતો માટે ખેતી કરવી ય મોંઘુ બન્યુ છે..એક બાજુ, ખેડૂતો વિજળી,પાણી સહિત અનેક સમસ્યાથી પિડીત છે.કોરોનાના કેર વચ્ચે ખેત મજૂરોની ખેંચ વર્તાઇ રહી છે. આ ઉપરાંત ખેતપેદાશોના પુરતા પોષણક્ષમ ભાવો મળતા નથી ત્યાં ખાતરના ભાવમાં કમરતોડ વધારો થયો છે.

ઇફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે. ડીએસી ખાતરની એક બેગનો ભાવ રૂા.૧૨૦૦થી વધીને હવે રૂા.૧૯૦૦ થયો છે. આ જ પ્રમાણે એએસપી ખાતરની એક બેગનો ભાવ રૂૉ.૯૭૫થી વધીને રૂા.૧૩૫૦ થયો છે. એનપીકે ૧૨ઃ૩૨ઃ૧૬ ખાતરની બેગનો ભાવ રૂા.૧૧૮૫થી વધીને હવે રૂા.૧૮૦૦ થયાં છે એટલે બેગ દીઠ રૂા.૬૨૫નો વધારો થયો છે. આ જ પ્રમાણે, એનપીકે ૧૨ઃ૩૨ઃ૨૬ ખાતરની બેગનો ભાવ રૂા.૧૧૭૫થી વધીને રૂા.૧૭૭૫ થયા છે. આ ખાતરની બેગ દીઠ રૂા.૬૦૦નોવધારો નોંધાયો છે.એએસપી ખાતરના ભાવ રૂા.૯૭૫થી વધીને રૂા.૧૩૫૦ થયાં છે. આમ, ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતો પર પડયા પર પાટુ જેવી દશા થઇ છે. કોરોનાના કેર વચ્ચે ખેડૂતોને આર્થિક મુસિબત ઉભી થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here