લોકડાઉન બાદ લોકો બચતના નાણાં વાપરવા મજબૂર, છેલ્લાં એક સપ્તાહમાં ૧ લાખ લોકોએ નિવૃતિ બચત ફંડમાંથી નાણાં લઇ ઘરનું ગુજરાન કરી રહ્યા છે

જો આ જ પરિસ્થિતી રહી તો, રાજ્યમાંથી ૨૦ લાખ લોકોએ પ્રો.ફંડમાંથી રકમ ઉપાડવી પડશે

દેવરાજ બુધેલીયા
વૈશ્વિક મહામારી કરોનાને કારણે દેશમાં આર્થિક સંકટની પરિસ્થિતીનું નિર્માણ થયુ છે.લોકડાઉન બાદ ધંધા રોજગાર ભાંગી પડયાં છે.કેટલાંક કંપનીઓએ ૧૫ થી ૩૫ ટકા સુધીનો પગારકાપ મૂક્યો છે.કેટલીંય કંપનીઓએએ કર્મચારીઓને છૂટા કરી દીધાં છે ત્યારે નાગરિકો પોતાના બચતના નાણાં વાપરવા મજબુર બન્યા છે. ગુજરાતમાં ૮ લાખ લોકોએ પ્રોવિડન્ડ ફંડના નાણાં ઉપાડી લીધા છે રાજ્યમાં કોરોનાને કારણે સામાન્ય વર્ગ તો મંદીના પિસાયો જ છે પણ સાથે સાથે મધ્યમ વર્ગના કેટલાંય લોકોને તો નોકરીમાંથી છુટા કરી દેવાયા છે.

તો ઘણાંને પગારકાપમો સામનો કરવો પડયો છે. આ સ્થિતીમાં મધ્યમ વર્ગ આર્થિક સંકડામણનો ભોગ બન્યો છે. ધંધા રોજગાર વિના કારમી મોંઘવારીમાં  ઘરનું ભરણ પોષણ કરવુ દોહ્યલુ બન્યુ છે ત્યારે નાછુટકે લોકો પોતાની બચતના નાણાં વાપરવા મજબુર બન્યા છે. નોટબંદી અને જીએસટીની મારને પગલે અર્થતંત્ર પર પડેલા ફટકાર બાદ વૈશ્વિક મહામારી કોરોનાને લીધે દેશના કરોડો નાગરિકો સામે આર્થિક સંકટની સ્થિતી ઉભરી છે.સીએમઆઇએના એક રિપોર્ટ મુજબ , દેશમાં દર ચોથા વ્યક્તિએ એક વ્યક્તિ રોજગાર ગુમાવી રહ્યો છે.

ગુજરાતમાં ય મોટાભાગની કંપનીઓએ ૧૫ થી માંડીને ૩૫ ટકા સુધીનો પગારકાપ મૂક્યો છે જેના કારણે નાગરિકો જીવન જીવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.ગુજરાતમાં અસહ્ય આર્થિક સંકડામણને કારણે ૮ લાખ લોકોએ પ્રોવિડન્ડ ફંડના નાણાં ઉપાડી લીધા છે.એ જ પ્રમાણે , છેલ્લા એકાદ અઠવાડિયાથી ૧ લાખથી વધુ લોકોએ નિવૃતિ બચત ફંડના નાણાં ઉપાડી લીધા છે અને ઘરનું ભરણ પોષણ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here