ઓનલાઇન શિક્ષણમાં બોર્ડની ભાગીદારી, ધો.૯ થી ૧૨ અને જી-નીટની પરીક્ષાના માર્ગદર્શન માટે વિશેષ એપીસોડ અપલોડ કરાયા

બ્રિજેશ ગૌસ્વામી
શિક્ષણ બોર્ડની યુ-ટયુબ ચેનલ પર ધો.૯ થી ૧૨ તેમજ જી અને નીટની પરીક્ષાના માર્ગદર્શન માટેના કાર્યક્રમો અપલોડ કરાયા છે અને આ કાર્યક્રમ થકી પણ વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યુ-ટયુબ ચેનલ ‘ જી.એસ.એચ.એસ.ઇ.બી. ગાંધીનગર’ છે જેમાં ધોરણ-૯ થી ૧૨ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો તેમજ જી અને નીટની પરીક્ષાના માર્ગદર્શન માટેના ખાસ શૈક્ષણિક કાર્યક્રમો અપલોડ કરવામાં આવેલા છે.

યુ-ટયુબ પર જી.એસ.એચ.એસ.ઇ.બી. ગાંધીનગર લખીને સર્ચ કરવાથી આ કાર્યક્રમો જોઇ શકાશે. આ ઉપરાંત ક્યુ.આર. કોડ સ્કેન કરવાથી પણ બોર્ડની યુ-ટયુબ ચેનલ જોઇ શકાશે. તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની યુ-ટયુબ ચેનલના શૈક્ષણિક કાર્યક્રમોનો મહત્તમ લાભ મેળવવા માટે તેઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તે માટે તેમજ આ ચેનલ શેર કરવામાં આવે તેમ સુચના અપાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here